Farali Handvo Recipe : ઉપવાસમાં એક વાર ટ્રાય કરો ફરાળી હાંડવો, આ રહી સરળ ટીપ્સ, જુઓ તસવીરો
નવરાત્રીમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક ફરાળી હાંડવો સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

નવરાત્રીમાં ફરાળી હાંડવો બનાવવા માટે સામો, સાબુદાણા, આદુ - મરચાની પેસ્ટ, મીઠું, દહીં, દૂધી, બેકિંગ સોડા, લવિંગ, તજ, કાળા મરી પાઉડર, તેલ, શેકેલી મગફળીનો ભુકો, કોથમીર, મીઠો લીમડો, તલ સહિતની સામગ્રીની જરુરત પડશે.

હાંડવો બનાવવા માટે સૌથી પહેલા સામો અને સાબુદાણાને ગ્રાઈન્ડ કરી લો. ધ્યાન રાખો કે આ મિશ્રણ ઝીણો પાઉડર બનાવો. ત્યાર બાદ તેમાં દહીં, મીઠું, આદુ - મરચાની પેસ્ટ, લવિંગ, તજ, કાળા મરી પાઉડર ઉમેરો.હવે દૂધીને છીણીને ઉમેરી લો.

હાંડવાના બેટરમાં ગાંઠ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખો. હવે પેનમાં તેલ ઉમેરી તેમાં જીરું, મીઠો લીમડો, તલ સહિતની સામગ્રી ઉમેરો. હાંડવાના ખીરામાં બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરી પેનમાં ખીરુ નાખો.

હવે હાંડવાને ઢાંકીને 10 થી 15 મીનીટ ધીમા ગેસ પર થવા દો. ત્યાર બાદ ગરમા ગરમ હાંડવાને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

લીલી ચટણી બનાવવા માટે કોથમીર, લીલા મરચા, મીઠું, લીંબુનો રસ અને ફુદીનાને પીસી લો. આ ચટણીમાં તમે પાણીની જગ્યાએ બરફનો પણ ઉપયોગ કરી શકો છો. (Pic - Social Media )
