Post Office ની RD સ્કીમમાં દર મહિને 3500 રૂપિયા જમા કરો તો મેચ્યોરિટી પર કેટલા રૂપિયા મળે..
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને RD ખાતાઓ પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે. તો 3500 રૂપિયા જમા કરાવવા કેટલા રૂપિયા મળશે..

પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતાઓ પર હાલમાં 6.7% વાર્ષિક વ્યાજ દર આપે છે. પોસ્ટ ઓફિસ માત્ર પોસ્ટલ સેવાઓ જ નહીં, પરંતુ વિશ્વસનીય અને સુરક્ષિત બેંકિંગ સેવાઓ પણ પ્રદાન કરે છે.

અહીં તમે સામાન્ય બચત ખાતા ઉપરાંત TD, RD, PPF અને MIS જેવી વિવિધ બચત યોજનાઓમાં રોકાણ કરી શકો છો. કારણ કે પોસ્ટ ઓફિસ ભારત સરકારના સીધા નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે, તેથી અહીં જમા કરાવેલો દરેક રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત ગણાય છે.

પોસ્ટ ઓફિસની RD યોજના લાંબા ગાળાના બચત માટે એક લોકપ્રિય વિકલ્પ છે. આ યોજનામાં નિશ્ચિત રકમ દર મહિને જમા કરાવવાની રહે છે. તમે માત્ર ₹100થી પણ RD ખાતું શરૂ કરી શકો છો અને તેમાં મહત્તમ જમા મર્યાદા નથી, એટલે તમે તમારી ક્ષમતા મુજબ રોકાણ કરી શકો છો. આ ખાતું સિંગલ તેમજ જોઈન્ટ નામે ખોલી શકાય છે, જેમાં વધુમાં વધુ ત્રણ લોકો સામેલ થઈ શકે છે.

પોસ્ટ ઓફિસ RD ખાતાની મુદત 5 વર્ષ (60 મહિના)ની હોય છે. મુદત પૂર્ણ થયા બાદ તમે આ ખાતાને વધુ 5 વર્ષ માટે લંબાવી પણ શકો છો. જો તમે આ યોજનામાં દર મહિને ₹3,500 જમા કરો છો, તો 5 વર્ષમાં તમારું કુલ રોકાણ ₹2,10,000 થશે.

આ રોકાણ પર 6.7% વ્યાજ દર મુજબ, મુદત પૂર્ણ થતા તમને કુલ અંદાજે ₹2,49,776 મળશે. એટલે કે, તમને ₹39,776 જેટલું વ્યાજ મળશે. આ રીતે, પોસ્ટ ઓફિસ RD યોજના સુરક્ષિત અને સ્થિર વળતર આપતી એક સારી બચત યોજના બની શકે છે, ખાસ કરીને નિયમિત બચત કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે.
FD, Post Office કે મ્યુચ્યુઅલ ફંડ… 10 વર્ષમાં 1 લાખ રૂપિયા ક્યાં રોકવાથી મળશે સૌથી વધુ વળતર?
