AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wet Phone Dry Tips : ફોન પાણીમાં પડી જાય તો ચોખામાં મૂકવાની ભૂલ ન કરતા! જાણો તેને બચાવવાની સાચી રીત

સ્માર્ટફોન પાણીમાં પડી જાય ત્યારે મોટાભાગના લોકો તેને સૂકા ચોખામાં મૂકી દે છે. વર્ષોથી ચાલતી આ માન્યતા હકીકતમાં ફોન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચોખાને બદલે ફોનને સુરક્ષિત રીતે સૂકવવા માટે કઈ રીત અપનાવવી જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ તે જાણી લો.

| Updated on: Nov 17, 2026 | 10:58 AM
Share
આજના સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની રોજિંદી જરૂરિયાત બની ગયો છે. લોકો મોંઘા ફોન ખરીદે છે અને તેની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખે છે. જોકે, ઘણી વખત વરસાદમાં, બાથરૂમમાં કે પાણીનો ગ્લાસ ઢોળાઈ જવાથી ફોન ભીનો થઈ જાય છે. (Image Source | AI Generated)

1 / 12
આવી સ્થિતિમાં લોકો ગભરાઈને સૌથી પહેલાં ફોનને સૂકા ચોખાના ડબ્બામાં મૂકી દે છે. એવી માન્યતા છે કે ચોખા ફોનની અંદરની ભેજ શોષી લે છે. પરંતુ આ રીત યોગ્ય નથી. મોટી ટેક કંપની પણ ભીના ફોનને ચોખામાં ન મૂકવાની સલાહ આપે છે. તો ચાલો જાણીએ કે ફોન પાણીમાં પડી જાય ત્યારે તેને બચાવવા માટે શું કરવું જોઈએ. (Image Source | AI Generated)

2 / 12
જ્યારે ભીના ફોનને કાચા ચોખામાં મૂકવામાં આવે છે, ત્યારે ચોખાના નાના કણો, ધૂળ અને સ્ટાર્ચ ફોનના ચાર્જિંગ પોર્ટ, સ્પીકર અને માઇક્રોફોનના છિદ્રોમાં પ્રવેશી શકે છે. (Image Source | AI Generated)

3 / 12
પાણીના સંપર્કમાં આવવાથી સ્ટાર્ચ ચીકણું બની શકે છે અને ફોનના અંદરના નાજુક ભાગો પર જામી શકે છે. પરિણામે ચાર્જિંગ કનેક્ટર અને અન્ય આંતરિક ભાગોને નુકસાન થવાની શક્યતા રહે છે. (Image Source | AI Generated)

4 / 12
આ ઉપરાંત ચોખામાં ફોન રાખવાથી તેની અંદરની ભેજ ઝડપથી બહાર નીકળે તેની ખાતરી હોતી નથી. લાંબા સમય સુધી ભેજ રહી જાય તો ઇલેક્ટ્રોનિક ભાગોમાં કાટ લાગવો અથવા શોર્ટ સર્કિટ થવાનું જોખમ રહે છે. (Image Source | AI Generated)

5 / 12
કેટલાક લોકો ફોનને સૂકવવા માટે હેર ડ્રાયર અથવા સીધા તડકાનો ઉપયોગ કરે છે. પરંતુ આવું કરવું પણ જોખમી છે. વધુ પડતી ગરમીથી ફોનની બેટરી, સ્ક્રીન અને અન્ય આંતરિક ભાગોને નુકસાન થઈ શકે છે. (Image Source | AI Generated)

6 / 12
જો તમારો ફોન પાણીમાં પડી જાય તો તરત ફોનને બંધ કરવો. તેનાથી ઇલેક્ટ્રોનિક ભાગોમાં શોર્ટ સર્કિટ થવાનું જોખમ ઘટાડી શકાય છે. ફોનનું બેક કવર, સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢવું. ત્યારબાદ સૂકા કપડાથી તેને સાફ કરવું જોઈએ. (Image Source | AI Generated)

7 / 12
કપડું આ નરમ સુતરાઉ અથવા માઇક્રોફાઇબર હોવું જોઈએ. ફોનને જોરથી હલાવવો કે ઝટકવો નહીં. તેનાથી પાણી અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. ચાર્જિંગ પોર્ટ કે હેડફોનના હોલમાં કોટન, ટૂથપીક કે અન્ય વસ્તુ નાખીને સાફ કરવાનો પ્રયાસ કરવો નહીં. (Image Source | AI Generated)

8 / 12
ફોનને સૂકવવા માટે તેને સ્વચ્છ અને હવાની અવરજવર હોય તેવી જગ્યાએ રાખવો જોઈએ. તમે તેને પંખાની હળવી હવા સામે રાખી શકો છો. જોકે, ફોન પર સીધો તડકો ન પડે તેનું ધ્યાન રાખવું. (Image Source | AI Generated)

9 / 12
ફોનને સૂકવવા માટે હેર ડ્રાયર, હીટર કે ગરમ હવાનો ઉપયોગ કરવાનો નહીં. ઉપરાંત, ફોનના ચાર્જિંગ પોર્ટમાં ફૂંક મારવાનું પણ ટાળવું જોઈએ. જો તમારી પાસે સિલિકા જેલના પાઉચ હોય, જે સામાન્ય રીતે નવા જૂતાં અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓના બોક્સમાં મળે છે, તો તેનો ઉપયોગ કરી શકાય છે. (Image Source | AI Generated)

10 / 12
ફોન સંપૂર્ણપણે સૂકાઈ જાય ત્યાં સુધી તેને ચાર્જિંગ લગાવવો નહીં અને ચાલુ કરવાનો પ્રયાસ પણ કરવો નહીં. ખાસ કરીને ચાર્જિંગ પોર્ટમાં ભેજ હોવાની ચેતવણી મળે તો તેને અવગણવી નહીં. (Image Source | AI Generated)

11 / 12
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. ફોન પાણીમાં વધુ સમય રહ્યો હોય અથવા અંદર સુધી પાણી ગયું હોવાની શંકા હોય તો જાતે પ્રયોગ કરવાને બદલે અધિકૃત સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવો વધુ યોગ્ય છે. (Image Source | AI Generated)

12 / 12

આ પણ વાંચો, Coriander Storage Tips : ફ્રિજમાં ધાણા જલ્દી બગડી જાય છે? તો અપનાવો આ 5 સરળ ટ્રિક્સ, લાંબા સમય સુધી રહેશે લીલા અને તાજા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">