AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? અપનાવો આ સરળ હેક્સ, કડકડતી ઠંડીમાં પણ તુલસીના પાન રહેશે લીલાછમ અને ઘટાદાર

શિયાળામાં તુલસીના પાન સંકોચાવા લાગે છે અને ઝાકળ પડવા પર તેનો વિકાસ પણ ઓછો થઈ જાય છે. કેટલાક સરળ હેક્સ અપનાવીને તમે ઠંડીમાં પણ તુલસીને લીલીછમ અને ઘટાદાર બનાવી રાખી શકો છો. નોંધી લો આ ટિપ્સ.

| Updated on: Nov 16, 2026 | 8:12 PM
Share
તુલસી એક એવો છોડ છે જે ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે અને તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. ખૂબ વધારે ગરમી કે ખૂબ વધારે ઠંડી હોય અને તુલસીની યોગ્ય સંભાળ ન રાખવામાં આવે, તો આ છોડ સુકાવા લાગે છે. શિયાળામાં ખાસ કરીને તડકાની અછત, ઝાકળ પડવી જેવા કારણોસર તુલસી કરમાઈ જાય છે અને તેના પાન કાળા પડીને ખરવા લાગે છે. આ આર્ટિકલમાં જાણો કે કેવી રીતે તમે તુલસીને શિયાળામાં લીલી રાખી શકો છો.

1 / 7
ઠંડીના દિવસોમાં જ તુલસીની વધુ જરૂર પડે છે, કારણ કે આ દરમિયાન શરદી, ઉધરસ, ગળામાં ખરાશ જેવી તકલીફોમાં તે રાહત અપાવવામાં અસરકારક રહે છે. હાલમાં જો તુલસીની સંભાળ રાખવાની સાચી રીતો અને કેટલાક હેક્સ ખબર હોય, તો તમે સુકાતા છોડને પણ ફરીથી લીલો કરી શકો છો.

2 / 7
છોડની મંજરી હટાવી દો: તમારા તુલસીના છોડ પર જો ઘણી બધી મંજરી (બીજ) હોય અને તેમાંથી કેટલીક સુકાવા પણ લાગી હોય, તો તેને હટાવી દો. બધી મંજરીને ધીમે-ધીમે તોડો જેથી ડાળી પર ખેંચાણ ન આવે. લીલી મંજરીનો ઉપયોગ ચામાં કરી લો અને સુકાયેલી મંજરીમાંથી બીજ કાઢીને કૂંડામાં જ નાખી દો. આનાથી બીજા પણ છોડ ઉગી નીકળશે. હકીકતમાં જ્યારે છોડ પર ઘણી બધી મંજરી નીકળી આવે છે, ત્યારે તેનો વિકાસ અટકી શકે છે. કારણ કે જ્યારે છોડ પર ઘણા બધા ફૂલ કે બીજ આવે છે ત્યારે તે પોતાની પૂરી ઉર્જા તેના પર જ લગાવે છે, જેનાથી નવા પાન અને ડાળીઓનો વિકાસ ધીમો પડવા લાગે છે.

3 / 7
કપડાથી ઢાંકી દો તુલસી: વધુ ઠંડી હોય ત્યારે ઝાકળ અને બર્ફીલા પવનને કારણે તુલસીના પાન સંકોચાઈને સુકાવા લાગે છે. આનાથી છોડ ઘટાદાર બની શકતો નથી. તેનાથી બચાવવા માટે છોડને એવી જગ્યાએ રાખો જ્યાં તેને હળવો તડકો મળતો રહે અને પવન તથા ધુમ્મસથી પણ બચાવ થાય. આ ઉપરાંત એક હળવા સુતરાઉ કપડાથી તુલસીને ઢાંકીને રાખવી જોઈએ.

4 / 7
ગોડ કરવો અને પાણી નાખવું: શિયાળામાં કૂંડાની માટી જામી જાય છે. આ કારણે પાણી કૂંડામાં જ ભરાઈ રહે છે, પરિણામે છોડ સુકાવા લાગે છે. સમયાંતરે માટીની ગોડ (ખોદકામ) કરતા રહો અને તપાસો કે પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય છે કે નહીં. ગોડ કર્યા બાદ માટીમાં 1 થી દોઢ મહિનામાં થોડું ખાતર પણ નાખતા રહો. ધ્યાન રાખો કે છોડમાં ત્યાં સુધી પાણી ન નાખો, જ્યાં સુધી માટી સુકાવા ન લાગે.

5 / 7
આ પ્રવાહી આવશે કામ: તુલસીના છોડને લીલોછમ રાખવા માટે તમે ગોડ કર્યા બાદ જૂનું છાણ પાણીમાં ઓગાળીને કૂંડામાં નાખી શકો છો. આ ઉપરાંત થોડી માત્રામાં એપ્સમ સોલ્ટ (Epsom Salt) ને પાણીમાં ઓગાળીને પાન પર સ્પ્રે કરવાથી તે લીલા બની રહે છે. કાચા દૂધ અને પાણીનું મિશ્રણ પણ તમે છોડના મૂળમાં નાખી શકો છો, જેનાથી છોડને પોષણ મળે છે.

6 / 7
સુકાતા છોડને બચાવવાનો હેક: છોડ સુકાઈ રહ્યો હોય તો તેના થડને બે થી ત્રણ જગ્યાએથી હળવું ખોતરીને જુઓ કે ક્યાંથી અંદરથી લીલું છે અને ક્યાં સુધી પૂરી રીતે સુકાઈ ચૂક્યું છે. જે ડાળીઓ બિલકુલ સુકાઈ ગઈ છે ત્યાંથી કાતરની મદદથી તેને અલગ કરી દો. હવે જે કાપેલી ડાળીઓ છે તેને સીલ કરી દો જેથી હવાથી તે સુકાય નહીં. આ માટે ઓગાળેલી મીણબત્તી અથવા તો ટેપિંગનો ઉપયોગ કરી શકો છો. કૂંડામાં માટીને ખોદીને તેમાં ખાતર ભેળવી દો. ત્યારબાદ ઉપર આપેલી રીતોથી છોડની સંભાળ રાખો.

7 / 7

Breaking News: બિલકિસ બાનો કેસ: SC એ બે દોષિતોની સજા પર લગાવી રોક, જામીન પણ આપ્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">