આવું કારનામું કરનાર ઇંગ્લેન્ડનો ‘પહેલો ખેલાડી’, ઓસ્ટ્રેલિયાની ધરતી પર બનાવ્યો ‘મોટો રેકોર્ડ’
ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી વનડે મેચમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન રૂટે શાનદાર બેટિંગ કરીને એક ખાસ મુકામ હાંસલ કર્યો છે. શરૂઆતની વિકેટ ગુમાવ્યા બાદ આ ખેલાડીએ ટીમને સંભાળી અને કરિયરનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલી વનડે મેચમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની વનડે કારકિર્દીની 50મી અડધી સદી ફટકારીને એક ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં વનડે શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે પોતાની શાનદાર કારકિર્દીમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી લીધી છે. રૂટે આ મુકાબલામાં અડધી સદી ફટકારતી વખતે વનડે ક્રિકેટમાં પોતાની 50 અડધી સદી પૂરી કરી લીધી છે.

જો રૂટ વનડે ફોર્મેટમાં આ માઈલસ્ટોન સુધી પહોંચનાર ઈંગ્લેન્ડનો પહેલો અને વર્લ્ડ ક્રિકેટનો કુલ 21મો ખેલાડી બની ગયો છે. 50 અડધી સદીઓ ઉપરાંત રૂટના ખાતામાં 20 વનડે સદી પણ નોંધાયેલી છે.

આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી નહોતી અને ઓપનર બેન ડકેટ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલા જો રૂટે ઓપનર ટોમ બેન્ટન સાથે મળીને ઇનિંગ સંભાળી હતી અને બીજી વિકેટ માટે 136 બોલમાં 137 રનની ભાગીદારી કરી હતી.

આ દરમિયાન જો રૂટે 68 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. રૂટના નામે હવે વનડે ફોર્મેટની 189 ઇનિંગ્સમાં 50.24ની શાનદાર સરેરાશથી 8089 વનડે રન નોંધાયેલા છે.

ઇંગ્લેન્ડ માટે અન્ય કોઈ બેટ્સમેને અત્યાર સુધી 7000 વનડે રનનો આંકડો પણ સ્પર્શ કર્યો નથી. જો રૂટે ઘરેલું મેદાનો ઉપરાંત વિદેશી (Away) વનડેમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

વિપક્ષી ટીમોના ઘરમાં રમાયેલા 75 વનડે મુકાબલાઓમાં તેણે 51.03ની દમદાર સરેરાશથી 3113 રન ફટકાર્યા છે, જેમાં 8 સદી અને 19 અડધી સદી છે. જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ ટીમે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે 355 રન બનાવી દીધા છે.
Breaking News : વિરાટ કોહલીએ 13 વર્ષ પછી આ ખરાબ રેકોર્ડનું પુનરાવર્તન કર્યું, ન્યુઝીલેન્ડ પ્રવાસ ક્યારેય ભૂલી શકશે નહીં
