IND vs NZ : રોહિત શર્માનું ફરી નિરાશાજનક પ્રદર્શન, ઓપનર તરીકે નોંધાવ્યો કરિયરનો સૌથી ખરાબ રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ ભારતીય બેટ્સમેન રોહિત શર્મા માટે નિરાશાજનક રહી છે. સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં પણ રોહિતના બેટમાંથી મોટી ઇનિંગ જોવા મળી નહી.

ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે સિરીઝમાં રોહિત શર્મા ચાર વખત બેટિંગ કરવા ઉતર્યો હતો. જોકે, આ દરમિયાન તે ભારતીય ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. (Image Source | PTI)

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં રોહિત શર્મા ચાર મેચમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. જેમાં પહેલી અને ચોથી મેચમાં 0 પર આઉટ થયો હતો. બીજી મેચમાં 23 અને પાંચમી મેચમાં 7 રન બનાવતાં તે સમગ્ર સિરીઝમાં કુલ 30 રન જ કરી શક્યો. (Image Source | PTI)

આ રીતે ચાર ઇનિંગમાં રોહિતના બેટમાંથી કુલ 30 રન જ આવ્યા હતા. તેનો બેટિંગ સરેરાશ માત્ર 7.50 રહ્યો. ઓપનર તરીકે કોઈ એક વનડે સિરીઝમાં આ તેનો અત્યાર સુધીનો સૌથી ખરાબ પરફોર્મન્સ હોવાનું સામે આવ્યું છે. (Image Source | PTI)

પાંચમી મેચમાં રોહિત શર્મા ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેથ્યુ ફિશરના બોલ પર આઉટ થયો હતો. ફિશરે લગભગ 146 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓફ સ્ટમ્પની આસપાસ ગુડ લેન્થ બોલ ફેંક્યો હતો. (Image Source | PTI)

રોહિતે આ બોલને ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ બેટ સાથે યોગ્ય રીતે કનેક્ટ થયો નહોતો. પરિણામે શોર્ટ મિડવિકેટ પર ફિલ્ડિંગ કરી રહેલો ડીન ફોક્સક્રોફ્ટના હાથમાં સીધો કેચ ગયો હતો. આ રીતે રોહિત માત્ર 7 રન કરી શક્યો. (Image Source | PTI)

રોહિત શર્માનું ખરાબ ફોર્મ માત્ર તેના વ્યક્તિગત પ્રદર્શન પૂરતું મર્યાદિત રહ્યું નહોતું. તેની અસર ભારતીય ટીમની બેટિંગની શરૂઆત પર પણ જોવા મળી હતી. (Image Source | PTI)

આખી સિરીઝ દરમિયાન ભારતીય ઓપનિંગ જોડીને એક પણ વખત 50 રનની પાર્ટનરશિપ કરતા આવી નહીં. ચાર કે તેથી વધુ મેચની વનડે સિરીઝમાં ભારતીય ઓપનર્સ એકપણ અડધી સદીની ભાગીદારી નોંધાવી શક્યા ન હોય તેવો સંયોગ લગભગ આઠ વર્ષ બાદ બન્યો હોવાનું સામે આવ્યું છે. (Image Source | PTI)

આ પહેલાં 2017-18માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય ઓપનિંગ જોડીએ છ ઇનિંગમાં એકપણ વખત 50 રનની પાર્ટનરશિપ કરી નહોતી. (Image Source | PTI)
આ પણ વાંચો, Breaking News : રાજકોટના મોહિત ઉલ્વાને મળ્યું મોટું ઈનામ, પાકિસ્તાન સામેની મેચ જીતી બાદ સિનિયર ટીમમાં એન્ટ્રી થઈ
