16 November 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોની વિદેશ જવાની ઈચ્છા પૂરી થશે અને કોના સંબંધો વધુ ગાઢ બનશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

મેષ રાશિ: આજે તમારા કાર્યોમાં અપેક્ષિત સફળતા મળવાથી તમારો ઉત્સાહ વધશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે સારો તાલમેલ રહેશે, જેનાથી જટિલ કાર્યો પણ સરળ બનશે. વેપારમાં નવા નિર્ણયો લેવા માટે સારો સમય છે. પારિવારિક જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે અને પરિવારના સભ્યોનો ભરપૂર સહયોગ મળશે. યુવાનો પોતાની કારકિર્દીને આગળ વધારવા માટે નવી યોજનાઓ બનાવશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ ભાગદોડના કારણે થોડો થાક અનુભવાય તો આરામ કરવો. (ઉપાય: લાલ રંગના વસ્ત્રો ધારણ કરો અને હનુમાનજીને ચોલા ચઢાવો.)

વૃષભ રાશિ: આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કમાણીના નવા સ્ત્રોત ઊભા થશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે, જેનાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. વેપાર-વ્યવસાયમાં ભાગીદારીથી મોટો લાભ મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે અને મનની વાત શેર કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે, અભ્યાસમાં મન લાગશે. સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવું અને ખાવા-પીવામાં સંયમ રાખવો. (ઉપાય: સફેદ વસ્તુઓનું દાન કરો અને માતા લક્ષ્મીની પૂજા કરો.)

મિથુન રાશિ: આજે તમે તમારી કુશળતાથી અધૂરા રહેલા કાર્યો પૂરા થશે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠામાં વધારો થશે અને નવા મિત્રો બનશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. વેપારમાં અચાનક ધનલાભ થવાથી મન પ્રફુલ્લિત રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. લવ લાઇફમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. (ઉપાય: ગાયને લીલું ઘાસ ખવડાવો અને ગણેશજીને દૂર્વા ચઢાવો.)

કર્ક રાશિ: આજે મન થોડું સંવેદનશીલ રહી શકે છે, તેથી મહત્વપૂર્ણ નિર્ણયો શાંતિથી લેવા. પરિવારના સભ્યો સાથે હળીમળીને રહેવાથી પારિવારિક વાતાવરણ આનંદદાયક રહેશે. વેપારમાં નાની-મોટી બાબતોને અવગણીને આગળ વધવું. જો કે, વ્યવસાયિક નિર્ણયો જાતે લેવા સારા રહેશે. નોકરી કરતા લોકોએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, જેનાથી માનસિક શાંતિ મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ કામના બોજને કારણે થોડો થાક અનુભવાય તો આરામ કરવો. (ઉપાય: શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરો.)

સિંહ રાશિ: આજે તમારા નેતૃત્વ ગુણોની પ્રશંસા થશે અને કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. આર્થિક મોરચે કરેલા પ્રયાસો સફળ નીવડશે અને અટવાયેલા કામો પૂરા થશે. કૌટુંબિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ છે. બહારનું ખાવાનું ટાળવું અને સ્વાસ્થ્યની કાળજી રાખવી. (ઉપાય: સૂર્ય દેવને તાંબાના લોટાથી જળ અર્પણ કરો અને 'ઓમ સૂર્યાય નમઃ' નો જાપ કરો.)

કન્યા રાશિ: આજે વેપારમાં સારો નફો થવાની સંભાવના છે, ખાસ કરીને નવા આયોજનોથી ફાયદો થશે. નોકરીમાં સહકર્મીઓનો પૂરેપૂરો સહયોગ મળશે, જેનાથી કામ સમયસર પૂરું થશે. ઘર-પરિવારમાં કોઈ આનંદદાયક કાર્ય સંપન્ન થઈ શકે છે. પ્રેમ સંબંધમાં પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે. ધંધાકીય લેવડ-દેવડ કરતી વખતે થોડું ધ્યાન રાખવું. (ઉપાય: ગણેશ સ્તોત્રનો પાઠ કરો અને પીળી વસ્તુઓનું દાન કરો.)

તુલા રાશિ: આજે ભાગ્ય તમારા પક્ષે રહેશે, જેનાથી તમારા બધા જ અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે. કલા, સંગીત કે રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે. વેપારમાં નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે સારો સમય છે. જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ અને મન પ્રસન્ન રહેશે. (ઉપાય: કન્યાઓને ભોજન કરાવો અને સુગંધિત અત્તરનો પ્રયોગ કરો.)

વૃશ્ચિક રાશિ: આજે તમારી મહેનત રંગ લાવશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે. પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળશે. વ્યવસાયમાં નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવી. ધંધામાં સામાન્ય નુકસાન કે ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી સમજીને રોકાણ કરવું. બીજું કે, સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સચેત રહેવું. (ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો.)

ધન રાશિ: આજે ભાગીદારીના ધંધામાં સારો આર્થિક લાભ થવાના યોગ છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને કોઈ નવી જવાબદારી મળી શકે છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થઈ શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહેશે. બિનજરૂરી ચર્ચાથી દૂર રહેવું. (ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને કેળાના ઝાડની પૂજા કરો.)

મકર રાશિ: આજે તમારા કાર્યોની પ્રશંસા થશે. નોકરી કરતા જાતકોને ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળી શકે છે. વેપારમાં આર્થિક સ્થિતિ સુધરશે અને નવા સ્ત્રોતો દ્વારા ધનલાભ થશે. પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવવા મળશે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું, મોસમી સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. (ઉપાય: શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો.)

કુંભ રાશિ: આજે સર્જનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે અને નવી કલા શીખવાની તક મળશે. સંતાન તરફથી કોઈ આનંદદાયક સમાચાર સાંભળવા મળી શકે છે. વેપારમાં લાભની નવી તકો હાથ લાગશે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે અને તમારા સંબંધો વધુ ગાઢ બનશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે અને સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈના પર અતિશય વિશ્વાસ કરવાથી બચવું. (ઉપાય: પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો.)

મીન રાશિ: આજે પ્રોપર્ટી કે અન્ય રોકાણ બાબતોમાં સારો સમય છે. પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશાલી રહેશે, પરિવારના વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. વેપારમાં કોઈ સારો સોદો ફાઇનલ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિના સારા સમાચાર મળી શકે છે. મિત્રોનો પૂરેપૂરો સહયોગ મળશે. માનસિક રીતે શાંતિ અને શારીરિક રીતે ઊર્જાવાન અનુભવ કરશો. ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું. (ઉપાય: શિવલિંગ પર પીળા ફૂલ અર્પણ કરો અને 'ઓમ નમઃ શિવાય' નો જાપ કરો.)
નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
