AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી

Video : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી

| Updated on: Nov 15, 2026 | 6:54 PM
Share

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ પાવન પર્વમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજા પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે છઠ પૂજા ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ખાસ કરીને ઉત્તર ભારતીય પરિવારો, ઉમટી પડ્યા હતા. ઉપવાસ રાખનારી મહિલાઓએ પરંપરાગત વિધિથી છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની પૂજા કરી હતી.

શહેરીજનોએ અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ, સંતાનના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક આયોજનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સામેલ થવા પહોંચ્યા હતા. મુખ્ય સચિવ એમ. કે. દાસ અને અમદાવાદ પોલીસ કમિશનર પણ છઠ પૂજા પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા.

સાબરમતી રિવરફ્રન્ટ પર આ પ્રસંગે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ છવાયો હતો, જે પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક બન્યો હતો. આજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ આવતીકાલે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે.

અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ, કરોડોના બજેટ છતાં શહેરીજનો મુશ્કેલીમાં, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">