AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં અધધ ઘટાડો! 1.36 લાખ પર આવી ગયું 24 કેરેટ સોનું, જાણો તમારા શહેરનો ભાવ

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના સચિવ સુરેશ મેહતાના અનુમાન મુજબ, વર્ષ 2027ના અંત સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ $6,200 અને ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ $180 સુધી પહોંચી શકે છે.

| Updated on: Nov 17, 2026 | 8:59 AM
Share
દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 17 નવેમ્બરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹1,36,940 થયો છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹900નો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ $3,856.52 પર પહોંચ્યો છે. પાછલા સપ્તાહ દરમિયાન વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 4.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

1 / 7
 અમેરિકામાં ડિસેમ્બર મહિનામાં બેન્ચમાર્ક વ્યાજદરમાં વધારો થવાની શક્યતા હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો આવું થાય તો સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. દરમિયાન, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના સચિવ સુરેશ મેહતાના અનુમાન મુજબ, વર્ષ 2027ના અંત સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ $6,200 અને ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ $180 સુધી પહોંચી શકે છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,36,940 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,540 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,390 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,36,790 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,440 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,36,840 છે. (ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 17 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,89,900 નોંધાયો છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં ₹5,000નો મોટો ઘટાડો થયો હતો.

6 / 7
આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹4,00,000ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ પ્રતિ ઔંસ $47.05 નોંધાયો છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
g clip-path="url(#clip0_868_265)">