પ્રદૂષણથી વાળ થઈ રહ્યા છે શુષ્ક અને બેજાન? જાણો વાળની સંભાળ રાખવાની 4 અસરકારક ટિપ્સ
Hair Care Tips : હવામાં વધતું પ્રદૂષણથી વાળમાં શુષ્કતા, ખંજવાળ અને બળતરા થઈ શકે છે. જાણો PM2.5 અને PM10થી વાળને બચાવવા તથા હેર કેર માટેની 4 સરળ ટિપ્સ

Air Pollution Effects on Hair: હવામાં વધતા પ્રદૂષણના કારણે માત્ર ફેફસાં જ નહીં પરંતુ શરીરના ઘણા અંગોમાં નુકસાન થાય છે. જેમાંથી એક વાળ અને માથાની ત્વચા એટલે સ્કેલ્પને પણ મોટુ નુકસાન થાય છે. પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી વાળ શુષ્ક અને નિસ્તેજ થવા લાગે છે એટલું જ નહીં, માથાની ત્વચામાં ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ અનુભવાય છે.
હવામાં રહેવા PM2.5 અને PM10 જેવા સૂક્ષ્મ પ્રદૂષક કણો વાળ અને માથાની ત્વચા પર જમા થઈ શકે છે.જેના કારણે વાળની ચમક કુદરતી રીતે ઘટતી જાય છે. આ પ્રકારની સ્થિતિમાં વાળની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જ મહત્વની છે.
1. વાળની Deep Cleansing કરો
હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યારે વાળનું Deep Cleansing કરવાથી વાળ અને સ્કેલ્પ પર ધૂળ તથા અન્ય પ્રદૂષક તત્ત્વો જે જમા થયા હોય તે સરળતાથી દૂર થાય છે. તમે ડોક્ટરની સલાહ અનુસાર તમારા વાળ માટે યોગ્ય હોય તેવા પ્રકારનું શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ જો જરુર પડે તો હેર રિન્સ (Hair Rinse) પણ ઉપયોગી થઈ શકે છે. જોકે, સંવેદનશીલ સ્કેલ્પ હોય તો ઘરેલુ વિનેગર જેવા ઉપાય નિષ્ણાતની સલાહ વગર ન અજમાવવા.
2. બહાર નીકળતી વખતે વાળ ઢાંકો
તમે ઘરની બહાર જાન ત્યારે સ્કાર્ફ, દુપટ્ટો કે કેપથી માથું ઢાંકો. તેનાથી ધૂળ અને પ્રદૂષણના કણોનો વાળ સાથેનો સીધો સંપર્ક ઘટાડી શકાય છે. વાળને ખુલ્લા રાખવાને બદલે ચોટલી બાંધીને બહાર નીકળવું પણ સારો વિકલ્પ છે.
3. Hair Serumનો ઉપયોગ કરો
હેર સીરમ (Hair Serum) વાળની બહારની સપાટી પર રક્ષણાત્મક પડ બનાવવામાં મદદ કરે છે. તે વાળનો રુક્ષપણો ઘટાડીને કુદરતી ચમક જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. બહાર જતાં પહેલાં વાળના પ્રકારને અનુકૂળ સીરમનો ઉપયોગ કરી શકાય છે.
4. Conditioner અને Hair Mask લગાવો
વાળ શુષ્ક થઈ રહ્યા હોય તો શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર (Conditioner) લગાવવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત અઠવાડિયામાં એક વખત હાઇડ્રેટિંગ હેર માસ્ક (Hydrating Hair Mask)નો ઉપયોગ કરી શકાય છે. તેનાથી વાળમાં ભેજ જાળવવામાં અને શુષ્કતા ઘટાડવામાં મદદ મળી શકે છે.
વાળની સંભાળ રાખવી જરૂરી
વધતા વાયુ પ્રદૂષણ વચ્ચે ત્વચાની સાથે વાળની સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે. યોગ્ય સફાઈ, વાળને ઢાંકવાની ટેવ અને નિયમિત કન્ડિશનિંગથી વાળને પ્રદૂષણની અસરથી બચાવવામાં મદદ મળી શકે છે. જો માથામાં સતત ખંજવાળ, બળતરા કે વાળ ખરવાની સમસ્યા રહેતી હોય તો ત્વચારોગ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Disclaimer: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, વાળની કોઈપણ સમસ્યા માટે નિષ્ણાત ત્વચારોગ ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે.
