AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાટીદાર આંદોલનથી આનંદીબેનને CM પદ ગુમાવવું પડ્યું તેનું દુઃખ: દિનેશ બાંભણિયા, અનાર પટેલે આપી પ્રતિક્રિયા

પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયાએ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનને નિમિત્ત બનાવી આનંદીબેન પટેલને મુખ્યપ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા હતા, જેનું તેમને આજે પણ દુઃખ છે.

Breaking News: પાટીદાર આંદોલનથી આનંદીબેનને CM પદ ગુમાવવું પડ્યું તેનું દુઃખ: દિનેશ બાંભણિયા, અનાર પટેલે આપી પ્રતિક્રિયા
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 17, 2026 | 10:45 AM
Share

રાજકોટના જસદણમાં યોજાયેલા પાટીદાર શૈક્ષણિક સખી સંમેલનમાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયાએ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનને નિમિત્ત બનાવી આનંદીબેન પટેલને મુખ્યપ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા હતા, જેનું તેમને આજે પણ દુઃખ છે.

દિનેશ બાંભણિયાએ કહ્યું કે, “હું આજે સ્વીકારું છું કે અમારા આંદોલનને કારણે એક સારા મુખ્યપ્રધાનને ગુમાવ્યા છે. પાટીદાર આંદોલનથી સમાજને ઘણું મળ્યું છે, પરંતુ એક સારા મુખ્યપ્રધાનને હટાવવામાં અમે નિમિત્ત બન્યા તેનું દુઃખ છે.” વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષથી તેઓ આનંદીબેન પટેલનો સમય માંગી રહ્યા છે. તેમને મળીને માફી માંગવાની ઇચ્છા છે, પરંતુ આનંદીબેન સમય આપી રહ્યાં નથી. સાથે જ તેમણે સમાજને અપીલ કરી હતી કે, ભવિષ્યમાં આવી ભૂલ ફરી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

અનાર પટેલે દિનેશ બાંભણિયાના નિવેદન પર આપ્યો જવાબ

દિનેશ બાંભણિયાના નિવેદન બાદ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. અનાર પટેલે જણાવ્યું કે, તેમની માતાના મનમાં આ બાબતે એવું કંઈ જ નથી અને પાટીદાર અનામત આંદોલન સમિતિએ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, “હું જલ્દી તમારી તેમની સાથે મુલાકાત કરાવીશ.” આમ, દિનેશ બાંભણિયાની આનંદીબેન પટેલની માફી માંગવાની ઇચ્છા અંગે અનાર પટેલે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

પાટીદાર આંદોલને સમાજસેવાનો માર્ગ બતાવ્યો: અનાર પટેલ

અનાર પટેલે પાટીદાર અનામત આંદોલન અંગે વાત કરતાં કહ્યું કે, આંદોલને સમાજમાં સેવાનો માર્ગ ચીંધ્યો છે. તેઓ છેલ્લા 35 વર્ષથી સેવા ક્ષેત્ર સાથે જોડાયેલાં છે અને દરેક સમાજની સેવા કરી છે. આંદોલન થયું ત્યારે તેમને એવું લાગ્યું હતું કે પોતાના સમાજને પણ તેમની જરૂર છે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ખોડલધામ સાથે જોડાવાનો અર્થ રાજકારણમાં પ્રવેશ કરવો એવો નથી. તેમનો ઇરાદો શુદ્ધ હોવો જોઈએ તે વાત તેમણે પોતાની માતા પાસેથી શીખી હોવાનું પણ જણાવ્યું હતું. ખોડલધામના માધ્યમથી કોઈ રાજકીય લાભ લેવાનો ઇરાદો ન હોવાનું પણ અનાર પટેલે સ્પષ્ટ કર્યું હતું.

અનાર પટેલની રાજકારણમાં એન્ટ્રીની અટકળો વચ્ચે નિવેદન

ઉલ્લેખનીય છે કે અનાર પટેલ ખોડલધામ સાથે જોડાયા બાદ તેમની રાજકારણમાં એન્ટ્રી અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. પાટીદાર બહુમતી ધરાવતી બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે તેવી અટકળો પણ ચાલી હતી. જોકે, હવે અનાર પટેલે ખોડલધામ સાથે જોડાવા પાછળ રાજકીય હેતુ હોવાની વાતને સ્પષ્ટ રીતે નકારી છે. જસદણના પાટીદાર સંમેલનમાં દિનેશ બાંભણિયા અને અનાર પટેલનાં નિવેદનોને પગલે પાટીદાર અનામત આંદોલનના જૂના મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે.

આ પણ વાંચો- IPL 2027 Retention Today LIVE Streaming: રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકો છો? જાણો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">