AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coriander Storage Tips : ફ્રિજમાં ધાણા જલ્દી બગડી જાય છે? તો અપનાવો આ 5 સરળ ટ્રિક્સ, લાંબા સમય સુધી રહેશે લીલા અને તાજા

લીલા ધાણા રસોઈનો સ્વાદ અને સુગંધ બંને વધારી દે છે. દાળ, શાક, કઢી કે ચટણી હોય, લગભગ દરેક વાનગીમાં ધાણાનો ઉપયોગ થાય છે. પરંતુ બજારમાંથી ધાણા ખરીદીને લાવ્યા બાદ તેને લાંબા સમય સુધી તાજુ રાખવું મુશ્કેલ બની જાય છે.

| Updated on: Nov 15, 2026 | 10:01 AM
Share
ઘણીવાર બે-ત્રણ દિવસમાં જ તેના પાંદડામાં પીળા પડવા લાગે છે અથવા સડી જાય છે. પરિણામે અડધાથી વધારે ધાણા ફેંકી દેવાનો વારો આવે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક સરળ રીતો અપનાવીને ધાણાને લાંબા સમય સુધી લીલા અને તાજા રાખી શકાય છે. (Image Source | iStock)

1 / 8
ઘણા લોકો બજારમાંથી ધાણા લાવ્યા પછી તરત જ તેને ધોઈને ફ્રિજમાં મૂકી દે છે. પરંતુ આવું કરવાથી પાંદડામાં પાણી અને ભેજ રહી જાય છે, જેના કારણે ધાણા ઝડપથી બગડવા લાગે છે. (Image Source | iStock)

2 / 8
સૌથી પહેલાં ધાણામાંથી પીળાં, સૂકાં અને ખરાબ પાંદડાં અલગ કરી લો. જો મૂળમાં વધારે માટી કે ગંદકી હોય તો તેને સાફ કરી દો. ધાણાને ધોયા વગર રાખવા વધુ સરળ રહે છે. જો તમે તેને ધોવા માંગતા હોવ તો ફ્રિજમાં મૂકતાં પહેલાં સ્વચ્છ કપડા અથવા કિચન ટોવેલ પર ફેલાવીને સંપૂર્ણપણે સુકવી લો. (Image Source | iStock)

3 / 8
ધાણાને લાંબા સમય સુધી સાચવવા માટે ટિશ્યૂ પેપરનો ઉપયોગ એક સરળ ઉપાય છે. તેના માટે એક સ્વચ્છ અને સંપૂર્ણ સૂકું એરટાઇટ ડબ્બું લો. સૌપ્રથમ ડબ્બાના તળિયે સૂકું ટિશ્યૂ પેપર પાથરો. તેની ઉપર ધાણાનાં પાન સરખી રીતે મૂકો. હવે પાનની ઉપર પણ એક ટિશ્યૂ પેપર મૂકી દો. ત્યારબાદ ડબ્બાનું ઢાંકણ બરાબર બંધ કરીને ફ્રિજમાં રાખી દો. (Image Source | iStock)

4 / 8
ટિશ્યૂ પેપર ધાણામાં રહેલી વધારાની ભેજ શોષી લે છે. તેના કારણે પાંદડાં જલદી ચીકણાં કે સડેલાં થતાં નથી અને લાંબા સમય સુધી તાજગી જાળવી રાખવામાં મદદ મળે છે. ઘણા લોકો ધાણાને સીધા પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફ્રિજમાં મૂકી દે છે. પરંતુ થેલીની અંદર ભેજ જમા થવાથી ધાણાનાં પાન ઝડપથી બગડી શકે છે. તેથી ધાણાને હંમેશાં સ્વચ્છ અને સૂકા ડબ્બામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. (Image Source | iStock)

5 / 8
આ ઉપરાંત દર બે-ત્રણ દિવસે ડબ્બો ખોલીને ટિશ્યૂ પેપર તપાસો. જો તે ભીનું થઈ ગયું હોય તો તરત બદલી નાખો. સાથે જ જો કોઈ પાન ખરાબ થવા લાગ્યું હોય તો તેને પણ અલગ કરો. (Image Source | iStock)

6 / 8
ધાણાને સાચવવા માટે કોઈ મોંઘી વસ્તુ કે ખાસ મહેનતની જરૂર નથી. માત્ર તેને યોગ્ય રીતે સાફ કરવું, વધારાની ભેજથી બચાવવું અને સૂકા ડબ્બામાં રાખવું જરૂરી છે. આ નાની ટિપ્સ અપનાવવાથી ધાણા વધુ સમય સુધી ઉપયોગમાં લઈ શકશો અને વારંવાર બજારમાંથી નવા ધાણા ખરીદવાની જરૂર પણ ઓછી પડશે. (Image Source | iStock)

7 / 8
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, જો તમારી ડુંગળી પર પણ દેખાયા છે કાળા ડાઘ? તો થઈ જાઓ સાવધાન, સ્વાસ્થ્ય માટે બની શકે છે ઝેર સમાન!

Follow Us
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણીનો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો

સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ

ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ

ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ

Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા

લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ

Breaking News : ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ

અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ રહેશે

ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીની રજાઓ બાદ ફરી ધમધમતું થયું ! Video

CMના નિવાસસ્થાને PM મોદીએ 3.30 કલાક કરી બેઠક, આપ્યો ચૂંટણીલક્ષી મંત્ર

g clip-path="url(#clip0_868_265)">