AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર', છેલ્લા 42 વર્ષથી ગરીબો માટે આશીર્વાદરૂપ બન્યું છે 'આરોગ્ય મંદિર'

પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે ‘દવા’ અને ‘સારવાર’, છેલ્લા 42 વર્ષથી ગરીબો માટે આશીર્વાદરૂપ બન્યું છે ‘આરોગ્ય મંદિર’

| Updated on: Nov 15, 2026 | 6:25 PM
Share

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલું આરોગ્ય મંદિર છેલ્લા 42 વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. મોંઘવારીના આ યુગમાં પણ આ કેન્દ્ર માત્ર એક રૂપિયામાં તબીબી સલાહ, નિદાન અને દવાઓ પૂરી પાડી રહ્યું છે. ડો. બેલાબેન ત્રિવેદીની નિઃસ્વાર્થ સેવા અને દાનવીરોના સહયોગથી આ સંસ્થા અનેક પરિવારો માટે આશાનું કિરણ છે.

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલું એક અનોખું આરોગ્ય મંદિર છેલ્લા 42 વર્ષથી નિઃસ્વાર્થ સેવા પ્રદાન કરી રહ્યું છે. મોંઘવારીના આ યુગમાં જ્યાં સારવાર ખર્ચાળ બની ગઈ છે, ત્યાં આ કેન્દ્ર માત્ર એક રૂપિયાના નજીવા દરે તબીબી સલાહ, નિદાન અને દવાઓ પૂરી પાડે છે.

કમલાપુરામાં આવેલું આ આરોગ્ય મંદિર ચાર દાયકા પહેલાં માત્ર ૨૫ પૈસામાં શરૂ થયું હતું અને આજે પણ ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે.

ખેત મજૂરો, શ્રમિકો અને આર્થિક રીતે નબળા પરિવારોને સારવારથી વંચિત ન રહેવું પડે તેવા ઉમદા હેતુથી આ સંસ્થા કાર્યરત છે. ડોક્ટર બેલાબેન ત્રિવેદી છેલ્લા 42 વર્ષથી સતત સેવા આપી રહ્યા છે અને હજારો-લાખો દર્દીઓના દર્દ દૂર કરીને તેમના ચહેરા પર સ્મિત લાવી રહ્યા છે.

દાનવીરોના સહયોગ અને તબીબોની સેવાભાવનાથી ચાલતી આ સંસ્થા સાચા અર્થમાં માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. અહીં સવારથી જ આસપાસના ગામોમાંથી દર્દીઓ સારવાર માટે ઉમટી પડે છે, જે આ સેવાની મહત્તા દર્શાવે છે.

સુરતના કાપડ ઉદ્યોગ પર લાગ્યુ મંદીનું ગ્રહણ, મોંઘવારી વચ્ચે બજારમાં ખરીદી ઘટતા વેપારીઓ મૂંજાયા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">