Breaking News : વિરાટ કોહલીએ 13 વર્ષ પછી આ ખરાબ રેકોર્ડનું પુનરાવર્તન કર્યું, ન્યુઝીલેન્ડ પ્રવાસ ક્યારેય ભૂલી શકશે નહીં
IND vs NZ 5th ODI : વિરાટ કોહલી માટે ન્યુઝીલેન્ડનો પ્રવાસ ખુબ નિરાશાજનક રહ્યો હતો. તે સતત ત્રીજી વનડે મેચમાં ડબલઆંકડાનો સ્કોર બનાવી શક્યો ન હતો. વનડે સીરિઝની છેલ્લી મેચમાં વિરાટ કોહલી 5 રન બનાવી આઉટ થયો છે.

ન્યુઝીલેન્ડે આ સીરિઝમાં ટોસ જીત્યો છે. તેમણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે ટીમ ઈન્ડિયા આ મેચમાં પહેલા બેટિંગ કરી હતી.ભારતીય ટીમ માટે છેલ્લી 2 વનડે મેચમાં કેપ્ટનશીપની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળી રહ્યો છે.

ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્તંભોમાંથી એક વિરાટ કોહલી માટે ન્યુઝીલેન્ડનો પ્રવાસ ખુબ નિરાશાજનક સાબિત થયો છે. પાંચ મેચની વનડે સીરિઝની છેલ્લી મેચમાં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતુ. તે માત્ર 5 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો.

ઓકલેન્ડમાં અડધી સદીની સાથે શાનદાર શરુઆત કર્યા બાદ આખી સીઝિનમાં વિરાટ કોહલી પોતાની લયથી દુર જોવા મળ્યો હતો. 4 ઈનિગ્સમાં કુલ 86 રન બનાવી શક્યો હતો.

વિરાટ કોહલીએ આ વનડે સીરિઝની શરુઆત ખુબ અનોખા અંદાજમાં કરી હતી. પહેલી વનડેમાં વિરાટ કોહલી 74 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં ભારતે જીત સાથે શરુઆત કરી હતી.

બીજી મેચમાં તે માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. ચોથી મેચમાં તે મેટ હેનરીના બોલ પર બોલ્ડ થયો હતો. હવે સીરિઝની છેલ્લી મેચમાં તે માત્ર 5 રન બનાવી શક્યો હતો.

સત 3 મેચમાં ડબલ આંકડાનો સ્કોર કરી શક્યો નહી. વિરાટ કોહલીના કરિયરમાં આ પહેલા માત્ર એક જ વખત થયું હતુ. જ્યારે બાઈલેટરલ વનડે સીરિઝમાં તે 3 વખત 10થી ઓછા સ્કોર પર આઉટ થયો હતો.વર્ષ 2012-13માં પાકિસ્તાનના ભારત પ્રવાસ પર વિરાટ કોહલીએ 3 ઈનિગ્સમાં 0,6, અને સાત રન બનાવ્યા હતા.

લિમિટેડ ઓવરના ફોર્મેટમાં મહાન બેટ્સમેનોમાંના એક ગણાતા વિરાટ કોહલી પાસેથી ન્યૂઝીલેન્ડના આ પ્રવાસમાં આટલું ખરાબ પ્રદર્શન થવાની આશા નહોતી.
વિરાટને લોકો પ્રેમથી ‘ચીકુ’ કહે છે, વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
