AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુવાધનને નશાના નર્કમાં ધકેલવાનું મોટું ષડયંત્ર, સુરેન્દ્રનગરમાં 59 લાખનું ગાંજાનું વાવેતર ઝડપાયું, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

યુવાધનને નશાના નર્કમાં ધકેલવાનું મોટું ષડયંત્ર, સુરેન્દ્રનગરમાં 59 લાખનું ગાંજાનું વાવેતર ઝડપાયું, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

| Updated on: Nov 16, 2026 | 6:20 PM
Share

સુરેન્દ્રનગરના ચોબારી રામપરા ગામની સીમમાંથી એન્ટી નાર્કોટિક્સ ફોર્સે દરોડા પાડી 59 લાખની કિંમતનો 118 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. દેશના યુવાધનને નશાના રવાડે ચડાવતા આ મોટા કૌભાંડની સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધાં ન આવતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

દેશના ભવિષ્ય એવા યુવાધનને નશાના નર્કમાં ધકેલવાના કાળા કારોબારનો સુરેન્દ્રનગરમાંથી પર્દાફાશ થયો છે. એન્ટી નાર્કોટિક્સ ફોર્સે (ANF) ચોબારી રામપરા ગામની સીમમાં દરોડા પાડીને ખેતરમાં મોટા પાયે ઉગાડવામાં આવેલા ગાંજાના વાવેતરને ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે 130 લીલા છોડ સાથે અંદાજે 118 કિલો જેટલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત 59 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે ખેડૂત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

જોકે, આટલા મોટા પાયે ગાંજાની ખેતી થઈ રહી હોવા છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ સુદ્ધાં ન આવી તે અત્યંત ચોંકાવનારી બાબત છે. નાર્કોટિક્સ વિભાગની આ સફળ કાર્યવાહીએ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને બાતમીદાર નેટવર્ક સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. યુવા પેઢીને બરબાદ કરતા આવા તત્વો સામે કડક દાખલો બેસે તેવી કાર્યવાહીની માંગ ઉઠી છે.

સમુદ્રી લૂંટારા અને આતંકવાદ પર ભારત-સોમાલિયા આવ્યા સાથે, મોગાદિશુમાં સમુદ્રી સુરક્ષા પર મંથન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">