Ambani House : મુકેશ અંબાણી જે 15000 કરોડના ઘરમાં રહે છે, જુઓ તે અંદરથી કેટલુ ભવ્ય !-Photo
એન્ટિલિયા એક 27 માળની વૈભવી ઇમારત છે, જે કુલ 4,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. આ ઘરની કિંમત 15000 કરોડ રુપિયા છે ત્યારે મુકેશ અંબાણી અને નિતા અંબાણીનો પરિવાર જે ઘરમાં રહે છે તે ઘર અંદરથી કેવું દેખાય છે ચાલો જાણીએ

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને સૌથી મૂલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણીનું ઘર ભારતના સૌથી મોંઘા ઘરોની યાદીમાં ટોચ પર છે. મુંબઈમાં સ્થિત આ અંબાણી ઘરનું નામ એન્ટિલિયા છે અને તે કોઈ મહેલથી ઓછું નથી.

એન્ટિલિયા એક 27 માળની વૈભવી ઇમારત છે, જે કુલ 4,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. આ ઘરની કિંમત 15000 કરોડ રુપિયા છે ત્યારે મુકેશ અંબાણી અને નિતા અંબાણીનો પરિવાર જે ઘરમાં રહે છે તે ઘર અંદરથી કેવું દેખાય છે ચાલો જાણીએ

મુકેશ અંબાણીનું આ ઘર 2010 માં પૂર્ણ થયું હતું અને તે સમયે આ એન્ટિલિયા હાઉસની દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, જ્યારે આ અંબાણી હાઉસ પૂર્ણ થયું ત્યારે તેની કિંમત 11000 કરોડ રૂપિયા હતી અને હવે તેની અંદાજિત કિંમત 15000 કરોડ રૂપિયાની આસપાસ છે.

એન્ટિલિયાનો દરેક ખૂણો શાહી ઝલક રજૂ કરે છે અને તેનો દરેક ખૂણો વૈભવી છે.

મુકેશ અંબાણી તેમના આખા પરિવાર સાથે આ એન્ટિલિયામાં રહે છે અને તેમાં અલગ અલગ માળ છે. ઘરના હોલમાં ભવ્ય સોફાથી લઈને ડિઝાઈનર વસ્તુઓ મુકેલી છે બેડરુમ પણ રાજા મહરાજા જેવો ભવ્ય છે

અહીં તમને જણાવી દઈએ કે એન્ટિલિયાને શિકાગો સ્થિત આર્કિટેક્ટ 'પાર્કિન્સ' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં 3 હેલિપેડની સુવિધા છે.

ઘરના પહેલા 6 માળ ફક્ત પાર્કિંગ માટે બનાવવામાં આવ્યા છે અને તેમાં એક સાથે લગભગ 160 કાર પાર્ક કરી શકાય છે.

આ ઉપરાંત, એન્ટિલિયામાં પાર્કિંગની ઉપરના ફ્લોર પર 50 સીટર સિનેમા હોલ અને તેની ઉપર એક આઉટડોર ગાર્ડન પણ છે.
ભારતના મોટા ઉધ્યોગપતિમાના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે થોડા સમય પહેલા બન્ને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણમાં જોવા મળ્યા હતા ત્યારે તેમને લગતી માહિતી જાણવા અહીં ક્લિક કરો

































































