ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અચાનક બીમાર પડી જાઓ તો શું કરવું? જાણો
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો અચાનક તબિયત બગડી જાય તો તમારે ચિંતા કરવાની જરરુ નથી. રેલવે અનેક સુવિધાઓ આપે છે. જેની તમે મદદ લઈ શકો છો. તો ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીએ.

દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, જેના માટે ભારતીય રેલ્વે દ્વારા ઘણી ટ્રેનો ચલાવવામાં આવે છે.ભારતીય રેલવે માત્ર સફરનું સાધન નથી પરંતુ દેશની લાઈફલાઈન છે, લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલીક વખત મુસાફરોની તબિયત બગડી જાય છે. માથામાં દુખાવો, બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવ, બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને પણ અનેક સમસ્યાઓ થાય છે.

આવી પરિસ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરુર નથી. તમે ટ્રોનમાં મેડિકલ સહાયતા લઈ શકો છો. તમે કોલ કરી નજીકના સ્ટેશન પર ડોક્ટર,મેડિકલ ટીમ કે એમ્બયુલન્સની તરત બોલાવી શકો છો. મુસાફરોએ મુસાફરી કરતા પહેલા આ વાતની જાણ હોવી જોઈએ.

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે. તો સૌથી પહેલા હેલ્પલાઈન નંબર 139 પર કોલ કરવો. કોલ કરી તમારે તમારી ટ્રેનનો સીટ નંબર જણાવવાનો રહેશે. તેમજ ક્યાં કોચમાં છો. આ સાથે દર્દીને જે સમસ્યા છે. તેના વિશે જાણકારી આપવાની રહેશે.

રેલવે કંટ્રોલ રુમ આ જાણકારીના આધાર પર તરત જ નજીકના સ્ટેશન પર ડોક્ટર કે મેડિકલની ટીમ અથવા એમ્બયુલન્સ મોકલે છે. જેનાથી ટ્રેન સ્ટેશન પર પહોંચતા જ દર્દીની સારવાર જલ્દી મળી જાય છે. આ સિસ્ટમ લાંબી મુસાફરી કરતા યાત્રિકોને ઈમરજન્સી પરિસ્થિતિમાં સમય બગાડ્યા વગર મળી જાય છે.

હેલ્પલાઈન નંબર સિવાય ટ્રેનમાં ટીટીઈ, કોચ અટેન્ટેડ કે પછી ગાર્ડ પણ મેડિકલ ઈમરજન્સીમાં તરત મદદ કરી શકે છે. કંટ્રોલ રુમનો સંપર્ક કરી ડોક્ટર કે એમ્બયુલન્સને બોલાવી શકે છે. આ સિવાય સ્ટેશન પર રેલવે હોસ્પિટલ અને ડોક્ટર પહેલાથી હાજર રહે છે.

હેલ્પલાઈન નંબર સિવાય ટ્રેનમાં ટીટીઈ, કોચ અટેન્ટેડ કે પછી ગાર્ડ પણ મેડિકલ ઈમરજન્સીમાં તરત મદદ કરી શકે છે. કંટ્રોલ રુમનો સંપર્ક કરી ડોક્ટર કે એમ્બયુલન્સને બોલાવી શકે છે. આ સિવાય સ્ટેશન પર રેલવે હોસ્પિટલ અને ડોક્ટર પહેલાથી હાજર રહે છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે.અહી ક્લિક કરો
