AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kela Vada Recipe : વરસાદી માહોલમાં જૈન સ્ટાઈલમાં બનાવો કેળાના વડા, આ રહી સરળ ટીપ્સ

ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે જૈન સ્ટાઇલમાં કેળાના વડા કેવી રીતે બનાવી શકાય છે.

| Updated on: Jun 06, 2025 | 1:57 PM
જૈન ધર્મના લોકો કંદમૂળ ખાવાનું ટાળે છે. ત્યારે ચોમાસામાં બટાકા વડાની જગ્યાએ તમે સ્વાદિષ્ટ કેળાના વડા ઘરે સરળતાથી બનાવી શકો છો.

1 / 6
કેળાના વડા બનાવવા માટે પાકા કેળા, બેસન, ચોખાનો લોટ, લીલા મરચા, કોથમીર, હળદર પાઉડર, લાલ મરચું, જીરું, તેલ અને મીઠું સહિતની સામગ્રીની જરુરત પડશે.

2 / 6
હવે સૌથી પહેલા એક વાસણમાં ચણાનો લોટ લો. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર પાઉડર, હીંગ અને ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો.

3 / 6
હવે પાકેલા કેળાને મેશ કરી નાખો. એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન, લીલા મરચા, હળદર, લાલ મરચું પાઉડર અને જીરું ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ મેશ કરેલા કેળાને ઉમેરી મિક્સ કરો.

4 / 6
હવે એમાં લીલા મરચાની પેસ્ટ ઉમેરો અને કેળાના મિશ્રણમાંથી ગોળ બનાવી લો. હવે તેલ ગરમ કરો અને બધા વડા ચણાના લોટના બેટરમાં ડીપ કરી લો.

5 / 6
તેલ ગરમ થાય એટલે કેળાના વડા તેલમાં ફ્રાય કરો. વડા બંન્ને સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દો. પછી તમે આ વડાને ચટણી સાથે સર્વ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">