AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નવરાત્રિ કાર્યક્રમમાં દલેર મહેંદી નશાની હાલતમાં પહોંચ્યા, કેબિનેટ મંત્રીએ લગાવી ફટકાર, કહ્યું-બોલાતુ નથી તો ગાશો શું!

દલેર મહેંદીને ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગરમાં યોજાયેલા 'કુંજાપુરી મેળા' દરમિયાન નવરાત્રિના એક કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે મહેંદી સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારે કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે ત્યાં પહોંચીને ગાયકની કથિત નશાની હાલત સામે વાંધો ઉઠાવ્યો હતો

Breaking News : નવરાત્રિ કાર્યક્રમમાં દલેર મહેંદી નશાની હાલતમાં પહોંચ્યા, કેબિનેટ મંત્રીએ લગાવી ફટકાર, કહ્યું-બોલાતુ નથી તો ગાશો શું!
Daler Mehndi
| Updated on: Oct 20, 2026 | 12:11 PM
Share

પ્રખ્યાત ગાયક દલેર મહેંદી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. ઉત્તરાખંડમાં નવરાત્રિના એક કાર્યક્રમ દરમિયાન, કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે તેમને સખત શબ્દોમાં ઠપકો આપ્યો હતો. મંત્રીનો આરોપ છે કે ગાયક સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે નશાની હાલતમાં હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મંત્રી સુબોધ ઉનિયાલ દલેર મહેંદીને ઠપકો આપતા જોવા મળે છે. વીડિયોમાં મંત્રી ગાયકની નશાની હાલત તરફ ઈશારો કરે છે અને તેમને ગાતા અટકાવતા કહે છે, “તમારાથી બરાબર બોલાતું પણ નથી તો તમે ગાશો કેવી રીતે?”

નવરાત્રિ કાર્યક્રમમાં દલેર મહેંદી

દલેર મહેંદીને ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગરમાં યોજાયેલા ‘કુંજાપુરી મેળા’ દરમિયાન નવરાત્રિના એક કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે મહેંદી સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા, ત્યારે કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે ત્યાં પહોંચીને ગાયકની કથિત નશાની હાલત સામે વાંધો ઉઠાવ્યો હતો. મંત્રીએ કાર્યક્રમ અટકાવી દીધો અને ભારપૂર્વક કહ્યું કે આ આયોજન દેવી દુર્ગાની આરાધના માટે છે, અને આવા ધાર્મિક પ્રસંગોએ કલાકારોએ મર્યાદા જાળવવી જોઈએ.

મંત્રીએ ભડકી ઉઠ્યા

સ્ટેજ પર પહોંચીને મંત્રી સુબોધ ઉનિયાલ દલેર મહેંદી પર ભડકી ઉઠ્યા હતા. વાયરલ વીડિયોમાં મંત્રી ગાયકને રોકતા પૂછે છે, “તમે બરાબર બોલી પણ શકતા નથી, તો ગાશો કેવી રીતે? દુર્ગા પૂજા સાથે જોડાયેલા કાર્યક્રમમાં નશાની હાલતમાં પરફોર્મ કરવું સ્વીકાર્ય નથી.” મંત્રીએ હસ્તક્ષેપ કરીને કાર્યક્રમ અટકાવી દીધો, જેના કારણે ગાયક પોતાનું પરફોર્મન્સ ચાલુ રાખી શક્યા નહીં.

મંત્રી સુબોધે ગાયક સામે આરોપો લગાવ્યા

દરમિયાન, મંત્રી સુબોધ ઉનિયાલે આ મામલે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરી છે. તેમણે જણાવ્યું, “દલેર મહેંદી એક જાણીતા કલાકાર છે, તેમ છતાં કાર્યક્રમ દરમિયાન તેઓ નશાની હાલતમાં હતા. અમે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. ગાયકને કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપવા માટે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને તેમના મુસાફરીના ખર્ચની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, તેઓ નશાની હાલતમાં કાર્યક્રમમાં પહોંચ્યા અને મંચ પર યોગ્ય રીતે ગાઈ શક્યા નહીં; પરિણામે, મારે પોતે મંચ પર જઈને તેમનો કાર્યક્રમ અટકાવવો પડ્યો.”

Breaking News : 35 હજાર અને વિદેશની લાલચે કર્યો અભિનેતા પર હુમલો! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું
વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો
કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો
પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા
પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા
માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની
માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની
g clip-path="url(#clip0_868_265)">