AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દરરોજ નયણા કોઠે 1 કળી લસણ ખાવાથી શું થાય? ‘બ્લડ પ્રેશર’ અને ‘કોલેસ્ટ્રોલ’ પર થતી અદભુત અસર વિશે જાણો

ભારતીય રસોડામાં દાળ અને શાકભાજીનો સ્વાદ વધારવા માટે લસણનો ઉપયોગ તો વર્ષોથી થતો જ આવ્યો છે. ખાસ વાત એ છે કે, તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ઘણા ડૉક્ટરો પણ રોજ લસણનું સેવન કરવાની સલાહ આપે છે. એવામાં શું તમે જાણો છો કે, લસણ ખાવાની સાચી રીત કઈ છે અને તેને ખાવાથી શરીરને કયા-કયા ફાયદા મળી શકે છે?

| Updated on: Oct 19, 2026 | 2:31 PM
Share
ભારતીય રસોડામાં લસણનો ઉપયોગ દાળથી લઈને શાકભાજીનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, રોજ લસણની એક કળી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળી શકે છે? હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, લસણમાં એલિસિન જેવા સક્રિય સંયોજનો મળી આવે છે, જે હાઈ બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે.

1 / 7
આ સિવાય, લસણમાં હાજર કેટલાક સંયોજનો શરીરની રોગપ્રતિકારક શક્તિને સારી રાખવામાં પણ ભૂમિકા ભજવી શકે છે. હવે સવાલ એ છે કે, રોજ એક લસણ ખાવાના ફાયદા શું છે અને તેનું સેવન કેવી રીતે કરવું?

2 / 7
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લસણનું સેવન અમુક અંશે ફાયદાકારક થઈ શકે છે. તેમાં હાજર એલિસિન બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને એવા લોકોમાં જેમને પહેલેથી જ બીપીની સમસ્યા છે.

3 / 7
તબીબી સલાહકાર કહે છે કે, 'લસણ' હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક થઈ શકે છે. તેનું નિયમિત સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ 10થી 15 ટકા સુધી ઘટે છે. લસણનું સેવન બ્લડ પ્રેશર કંટ્રોલ કરીને રક્ત પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન) ને સુધારવામાં મદદ કરે છે, જેનાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે.

4 / 7
લસણમાં સલ્ફર સંયોજનોની સાથે કેટલાક એન્ટીઓકિસડન્ટ ગુણો પણ મળી આવે છે. આ શરીરના કોષોને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવવામાં ભૂમિકા ભજવી શકે છે. લસણ અને રોગપ્રતિકારક શક્તિને લઈને કેટલાક પ્રારંભિક અભ્યાસો થયા છે.

5 / 7
જો કે, એ વાતના પૂરતા પુરાવા નથી કે, રોજ એક કળી ખાવાથી ચેપ (ઇન્ફેક્શન) થી ચોક્કસપણે બચાવ થાય છે. ઇમ્યુન સિસ્ટમને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક ખોરાક, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

6 / 7
સ્વાસ્થ્ય સલાહકારના જણાવ્યા મુજબ, લસણને છોલીને તેને વાટી લેવું (ક્રશ કરવું) અને પછી 10 મિનિટ સુધી તેને એમ જ રહેવા દેવું. આવું કરવાથી એલિસિન બનવાની પ્રક્રિયામાં મદદ મળી શકે છે અને તે તમારા માટે વધુ ફાયદાકારક બની શકે છે.

7 / 7
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

‘મુલતાની માટી’ લગાવતા પહેલાં 100 વાર વિચારજો, આ લોકોની સ્કિનને થઈ શકે છે ‘મોટું નુકસાન’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">