AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખેઆખું મોઢામાં મૂકી દીધું ‘ફાયર પાન’ ! સળગતી વાનગી મોંમાં મૂકતાં જ વિદેશી મહિલાના હોશ ઊડી ગયા

ભારતીય સ્ટ્રીટ ફૂડનો ક્રેઝ હવે માત્ર આપણા દેશ પૂરતો સીમિત નથી રહ્યો પણ દેશ-વિદેશના પ્રવાસીઓને પણ ઘેલા કરી રહ્યો છે. અહીંના ચટાકેદાર સ્વાદ સાથે જ્યારે થોડું જોખમ અને અનોખો પ્રયોગ ભળે છે, ત્યારે તે દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાર નથી લાગતી. હાલમાં જ એક વિદેશી મહિલા સાથે પણ કંઈક એવું જ બન્યું, જ્યારે તે ભારતીય રસ્તા પર મળતા પ્રખ્યાત 'ફાયર પાન' નો અનુભવ કરવા પહોંચી.

આખેઆખું મોઢામાં મૂકી દીધું 'ફાયર પાન' ! સળગતી વાનગી મોંમાં મૂકતાં જ વિદેશી મહિલાના હોશ ઊડી ગયા
| Updated on: Oct 19, 2026 | 3:59 PM
Share

આપણે સૌ જાણીએ છીએ કે, ભારતનું સ્ટ્રીટ ફૂડ તેની વિવિધતા, ચટાકેદાર સ્વાદ અને અનોખા પ્રયોગો માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. દેશના ગલી-નાકાઓ પર મળતી વાનગીઓની વાત જ કંઈક અલગ હોય છે.

હવે એમાંય એ વાનગી બનાવટી વખતે જો તેમાં થોડું રોમાંચ અને જોખમ ઉમેરાઈ જાય, તો તે સોશિયલ મીડિયા પર ગજબ વાયરલ થઈ જાય છે.

‘ફાયર પાન’ નો વીડિયો થયો ‘વાયરલ’

આજકાલ ઇન્ટરનેટ પર આવો જ એક વીડિયો (Trending Video) ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિદેશી મહિલા ભારતના પ્રખ્યાત ‘ફાયર પાન’ (આગવાળું પાન) નો સ્વાદ માણતી જોવા મળી રહી છે.

આમાં જે અંદાજમાં મહિલાએ આ પાનનો સ્વાદ ચાખ્યો, તેણે સોશિયલ મીડિયા પર અલગ જ માહોલ બનાવી દીધો છે. હવે સ્થિતિ એ છે કે, આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

વીડિયોની શરૂઆત એક લારી (ઠેલા) પાસેથી થાય છે, જ્યાં પરંપરાગત રીતે સજાવેલા પાનમાં આગ લગાડવામાં આવે છે. વિદેશી મહિલા પ્રવાસી જ્યારે આ સળગતા પાનને જુએ છે, ત્યારે તેના ચહેરાના હાવભાવ જોવા જેવા હોય છે.

ઉત્સુકતા અને ડરના મિશ્ર અનુભવ સાથે તે પહેલાં તો પાછળ હટવાનો પ્રયાસ કરે છે પરંતુ પછી દુકાનદારના કહેવા પર હિંમતથી પાનને પોતાના મોંમાં મૂકવા માટે તૈયાર થઈ જાય છે.

હવે જેવી તે આ સળગતા પાનને પોતાના મોંમાં મૂકે છે, કેમેરામાં તેના ચોંકાવનારા એક્સપ્રેશન્સ કેપ્ચર થઈ જાય છે. આગ ઓલવાયા પછી પાનના ઠંડા અને મીંટવાળા સ્વાદ સાથેનો અનોખો અનુભવ તેના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

વિદેશી મહિલાનો ‘રોમાંચક અંદાજ’

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વિદેશી મહિલા હસતાં-હસતાં પોતાના આ રોમાંચક અનુભવને શેર કરે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો oliwia_petryna નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ તેને લાઈક કર્યો છે.

એટલું જ નહીં, સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ભારતીય સ્ટ્રીટ ફૂડના આ ક્રેઝ પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોર્વેના રાજદૂતે માં દુર્ગાના કર્યા દર્શન… ‘ભારતીય સંસ્કૃતિ’ વિશે કહ્યું કંઈક એવું કે, વાયરલ થયો Video

Follow Us
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
g clip-path="url(#clip0_868_265)">