AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો મીડિયા ક્ષેત્રે જોડાશે અને કોની આર્થિક સ્થિતિ મજબૂત થશે? જુઓ Video

20 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો મીડિયા ક્ષેત્રે જોડાશે અને કોની આર્થિક સ્થિતિ મજબૂત થશે? જુઓ Video

| Updated on: Oct 20, 2026 | 8:05 AM
Share

આજના દિવસે કેટલીક રાશિના જાતકો મીડિયા ક્ષેત્રે જોડાશે, જ્યારે કેટલીક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

આજનું રાશિફળ (Video): આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

આજે તમારું ઊર્જા સ્તર ઊંચું રહેશે, જેનાથી તમે અધૂરા કાર્યો સમયસર પૂરા કરી શકશો. કાર્યસ્થળ પર કોઈ નવી યોજના પર કામ શરૂ થઈ શકે છે.

વૃષભ રાશિ:-

પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. કલા અને સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે.

મિથુન રાશિ:-

વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નવા આવકના સ્ત્રોત ઊભા થશે.

કર્ક રાશિ:-

આજે મન થોડું અશાંત રહી શકે છે પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિ તમારા અનુકૂળ થઈ જશે. પરિવારનો સહયોગ મળવાથી હિંમત વધશે.

સિંહ રાશિ:-

આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને પદોન્નતિના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ:-

આજે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે, બિનજરૂરી ખર્ચા વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા જાળવવી ખૂબ જરૂરી છે.

તુલા રાશિ:-

લાંબા સમયથી અટકેલા કાર્યો ગતિ પકડશે. કલા, ફેશન કે મીડિયા સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ:-

આજે કાર્યક્ષેત્રમાં તમારે થોડી વધુ મહેનત કરવી પડશે. વેપારમાં નાણાકીય લેવડ-દેવડ કરતી વખતે ખાસ સાવધાની રાખવી.

ધન રાશિ:-

ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ વધશે.

મકર રાશિ:-

આજે તમને તમારા કાર્યોમાં સંતોષકારક સફળતા મળશે. વ્યાપારમાં નવી ભાગીદારી કે યોજનાથી સારો લાભ થવાના યોગ છે.

કુંભ રાશિ:-

આજે ભાગીદારીના ધંધામાં મોટો આર્થિક લાભ થશે. વિવાહિત જીવનમાં મધુરતા આવશે અને જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ મળી શકે છે.

મીન રાશિ:-

આજે મન પ્રસન્ન રહેશે અને નવું શીખવાની તક મળશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published on: Oct 20, 2026 08:01 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">