AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત, ગરબા રમી પરત ફરતા બની દુર્ઘટના

Breaking News : ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત, ગરબા રમી પરત ફરતા બની દુર્ઘટના

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2026 | 12:33 PM
Share

આ અકસ્માત એટલો ભયાવહ હતો કે કારમાં બેઠેલા 3 ખેલૈયાઓના મોત થઈ ગયા છે. ગાંધીનગરના અડાલજમાં ગરબા રમીને વહેલી સવારે પરત ફરી રહેલા ખેલૈયાઓની કાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બની હતી. મહારાજા હોટલ પાસે પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી.

ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે કારમાં બેઠેલા 3 ખેલૈયાઓના મોત થઈ ગયા છે. ગાંધીનગરના અડાલજમાં ગરબા રમીને વહેલી સવારે પરત ફરી રહેલા ખેલૈયાઓની કાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બની હતી. મહારાજા હોટલ પાસે પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 3 ખેલૈયાઓનાં મોત થયાં છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે.

ઝોકું આવતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

મળતી માહિતી મુજબ, કારમાં બે યુવક અને બે યુવતીઓ સવાર હતાં. તેઓ ગરબા રમીને વહેલી સવારે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગરથી એસજી હાઈવે તરફ જતી વખતે અડાલજમાં મહારાજા હોટલ પાસે કારચાલકને ઝોકું આવી જતાં તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે પૂરપાટ ઝડપે જતી કાર રસ્તા પાસેના ઝાડ સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી.

બે ખેલૈયાનાં ઘટનાસ્થળે મોત, યુવતીનું સારવાર દરમિયાન મોત

અકસ્મામાં બે ખેલૈયાઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અડાલજ પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માની જાણ થતાં અડાલજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વહેલી સવારે બનેલી આ દુર્ઘટનાને પગલે ત્રણ ખેલૈયાઓનાં મોતથી શોકનો માહોલ છવાયો છે.

Breaking News : વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં જાપાનથી મોટા સમાચાર! સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં ગુજરાતનો વાગશે ડંકો, હર્ષ સંઘવીએ રોકાણકારો સાથે કરી બેઠક, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Oct 20, 2026 12:32 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">