Breaking News : BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને ઘુસણખોરને પકડી પાડ્યો, જુઓ Video
કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની (Pakistan) બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો છે. BSF એ પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપી પાડી છે.પાકિસ્તાની બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો હતો. ક્રીક વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું હતુ.બીએસએફએ પાકિસ્તાની બોટ અને ઘૂસણખોરને વધુ તપાસ શરૂ કરી હતી.
ગુજરાતના કચ્છ ( Kutch ) જિલ્લાના ક્રીક વિસ્તારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની (Pakistan) બોટ અને તેની સાથે એક ઘુસણખોરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાએ સરહદી સુરક્ષા પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો
પ્રાથમિક તપાસમાં ઝડપાયેલી બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો હતો. BSFએ તાત્કાલિક ક્રીક વિસ્તારમાં સર્ચ ઑપરેશનને વધુ તેજ બનાવ્યું છે. ઝડપાયેલા ઘુસણખોરની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેનાથી વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે. જો પૂછપરછમાં કોઈ શંકાસ્પદ વિગતો સામે આવશે, તો વધુ તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કચ્છનો ક્રીક વિસ્તાર પાકિસ્તાન સાથે દરિયાઈ સરહદ ધરાવતો સંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાની બોટ ઝડપાવાના બનાવો સામે આવતા રહે છે, જે સુરક્ષા દળો માટે સતત પડકારરૂપ રહ્યા છે. BSF આવા બનાવોને રોકવા માટે સતર્ક રહીને કડક પેટ્રોલિંગ અને સર્ચ ઑપરેશન ચલાવી રહી છે. આ પહેલી વખત નથી કે, દરિયાકાંઠેથી પાકિસ્તાની બોટ મળી આવી આ પહેલા પણ અનેક વખત એવી ઘટના બની છે. જ્યારે પાકિસ્તાની બોટ ઝડપાય હોય.
આ પહેલા પણ અનેક વખત પાકિસ્તાની બોટ ઝડપાઈ ચૂકી છે. મે મહિનામાંકચ્છમાં બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા ચર્ચાઓ શરુ થઈ હતી.ત્યારબાદ જુલાઈ મહિનામાં પણ આવી ઘટના સામે આવી હતી.જ્યારે પણ પાકિસ્તાન બોટ મળી છે. ત્યારે આ મામલે દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવે છે. કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતા હોય છે.
