AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા વિજિલન્સના અધિકારીને બુટલેગરે માર્યો, પછી સ્થાનિક પોલીસે કરી સારી સરભરા, જુઓ વીડિયો

ભાવનગરના મહુવામાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. મહિલા દ્વારા વિજિલન્સના અધિકારીને રૂમમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હવે આ કેસમાં બુટલેગર લાલજી બોઘાની ધરપકડ કરવામાં આવી છે.

Breaking News : ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા વિજિલન્સના અધિકારીને બુટલેગરે માર્યો, પછી સ્થાનિક પોલીસે કરી સારી સરભરા, જુઓ વીડિયો
| Updated on: Oct 19, 2026 | 7:01 PM
Share

ભાવનગર જિલ્લાના મહુવામાં દેશી દારૂના ગેરકાયદે ધંધા અને બુટલેગરોની પ્રવૃત્તિઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. મહુવાના ગાંધીબાગ વિસ્તાર નજીક દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા પહોંચેલી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ મહુવા પોલીસ સાથે પણ બુટલેગર લાલજી બોઘાની ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો બીજો વીડિયો સામે આવ્યો હતો.

રેડ દરમિયાન વિજિલન્સના અધિકારીને રૂમમાં લઈ જઈ માર માર્યાનો આક્ષેપ

મળતી વિગતો અનુસાર, ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ મહુવાના ગાંધીબાગ વિસ્તાર નજીક દેશી દારૂના મામલે રેડ કરવા પહોંચી હતી. આ દરમિયાન મહિલા દ્વારા વિજિલન્સના એક અધિકારીનો કાંઠલો પકડી તેમને રૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં અધિકારી પોતાને છોડવા માટે વિનંતી કરતા સંભળાય છે. વીડિયોમાં અધિકારી, “અમે કોઈ લુખ્ખા નથી, અમને છોડી દો,” તેમ કહેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હુમલા બાદ વિજિલન્સના અધિકારીઓને છોડી મૂકવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

PSIની હાજરીમાં પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરીનો આક્ષેપ

વિજિલન્સની ટીમ પર હુમલાની ઘટના બાદ બુટલેગર લાલજી બોઘાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં મહુવા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, PSIની હાજરીમાં લાલજી બોઘાએ પોલીસ કર્મચારીઓ સાથે દાદાગીરી કરી હતી. તેણે પોલીસને પડકાર ફેંકતા “તારાથી થાય તે કરી લે, અહીં ફાયરિંગ કરી નાખ” જેવા શબ્દો કહ્યા હોવાનો આક્ષેપ છે. આ વીડિયો સામે આવ્યા બાદ મહુવા તાલુકામાં બુટલેગરોની પ્રવૃત્તિઓ અને ગેરકાયદે દારૂના ધંધા સામેની કાર્યવાહી અંગે અનેક સવાલો ઊભા થયા છે.

વિજિલન્સની ટીમ પર હુમલાના કેસમાં લાલજી બોઘાની ધરપકડ

સમગ્ર મામલે કાર્યવાહી કરતાં મહુવા ટાઉન પોલીસના PI સહિતનો પોલીસ કાફલો બુટલેગર લાલજી બોઘાના ઘરે પહોંચ્યો હતો. પોલીસે લાલજી બોઘાને ઝડપી લીધો છે. બીજી તરફ, સ્ટેટ વિજિલન્સ દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની અલગ-અલગ રેડ દરમિયાન દેશી દારૂ બનાવવા માટે વપરાતી સાધનસામગ્રી મળી આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો

મહુવામાં દેશી દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી કરવા પહોંચેલી વિજિલન્સની ટીમ પર જ હુમલો થયાની ઘટના અને પોલીસ કર્મચારીઓ સાથેની કથિત દાદાગીરીના વીડિયો વાયરલ થતાં સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે સ્થાનિક પોલીસ દ્વારા કેટલી અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે અને આવા અડ્ડાઓ પર અંકુશ લાવવા કેવાં પગલાં લેવાય છે, તેવા સવાલો ઊભા થયા છે. હવે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ વિગતો સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

ગુજરાતમાં વિકાસ જ વિકાસ… ‘PM મોદી’ ને મળ્યા ‘CM ભૂપેન્દ્ર પટેલ’, ગુર્જરધરા માટે ઘડાયો ‘ઐતિહાસિક માસ્ટરપ્લાન’

Follow Us
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું
વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો
કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો
કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો
પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા
પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા
માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની
માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની
બનાસકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત, 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત ! Video
બનાસકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત, 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત ! Video
g clip-path="url(#clip0_868_265)">