Diwali Muhurat Trading: NSE એ જાહેર કરી ‘તારીખ’ અને ‘ટાઇમિંગ’, રોકાણ કરતા પહેલા જોઈ લો ‘આખું શિડ્યુલ’
ભારતીય શેરબજારમાં દિવાળીના શુભ અવસરે યોજાતા પરંપરાગત અને પવિત્ર 'મુહૂર્ત ટ્રેડિંગ'ની તારીખની જાહેરાત થઈ ગઈ છે. એવામાં નવા સંવતની શરૂઆત સાથે રોકાણકારો માટે આ સત્રમાં થનાર તમામ ટ્રેડિંગ, ટાઇમિંગ અને સેટેલમેન્ટના નિયમો અંગેની સંપૂર્ણ માહિતી જાણવી અત્યંત જરૂરી છે.

ભારતીય શેરબજારમાં દિવાળીના અવસરે થનાર પારંપરિક મુહૂર્ત ટ્રેડિંગની તારીખની જાહેરાત થઈ ગઈ છે. NSE એ 8 નવેમ્બર 2026ના રોજ મુહૂર્ત ટ્રેડિંગ કરવાનું એલાન કર્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા તેની તારીખ જાહેર કરવામાં આવી છે.

મુહૂર્ત ટ્રેડિંગ દિવાળીના અવસરે યોજાતું વિશેષ વેપાર સત્ર છે. ભારતીય શેરબજારમાં તેને શુભ માનવામાં આવે છે અને રોકાણકારો આ અવસરે નવા સંવતની શરૂઆત સાથે કારોબાર કરે છે.

NSEના સર્ક્યુલર મુજબ, દિવાળી મુહૂર્ત ટ્રેડિંગનું ખાસ લાઇવ સત્ર રવિવાર, 8 નવેમ્બર 2026ના રોજ રહેશે. આ સત્ર બપોરે રાખવામાં આવ્યું છે. નોર્મલ માર્કેટમાં સતત ખરીદ-વેચાણ એટલે કે કન્ટીન્યુઅસ ટ્રેડિંગ સેશન બપોરે 2:20 વાગ્યે ખૂલશે. આ સિવાય જે શેરોમાં ક્લોઝિંગ ઓક્શન સેશન લાગુ નથી, તેમના માટે નોર્મલ માર્કેટ 3:30 વાગ્યે બંધ થશે.

પ્રિ-ઓપન ઓર્ડર એન્ટ્રી બપોરે 2:05 થી 2:10 વાગ્યા સુધી રહેશે. આ પછી 2:10 થી 2:15 વાગ્યા સુધી કેટલાક ઓર્ડર બદલી કે રદ કરી શકાશે. આ ભાગના છેલ્લા બે મિનિટમાં સિસ્ટમ આપમેળે રેન્ડમ પદ્ધતિથી સમય બંધ કરી શકે છે. ત્યારબાદ 2:15 થી 2:17 વાગ્યા સુધી ઓર્ડર મૅચ થશે અને ટ્રેડ કન્ફર્મ થશે. ત્યારબાદ 2:17 થી 2:20 વાગ્યા સુધી બફર પિરિયડ રહેશે. બ્લોક ડીલ સેશન બપોરે 1:50 થી 2:05 વાગ્યા સુધી રહેશે. બ્લોક ડીલમાં મોટા રોકાણકારો મોટી સંખ્યામાં શેરોની ખરીદી-વેચાણ કરે છે.

હવે સવાલ એ છે કે, જે શેરોમાં ક્લોઝિંગ ઓક્શન હશે, તેમનો કારોબાર કેવી રીતે ચાલશે? તો જણાવી દઈએ કે, આ શેરોનું નોર્મલ માર્કેટ 3:15 વાગ્યે બંધ થશે. 3:15 થી 3:20 વાગ્યા સુધી રેફરન્સ પ્રાઇસની ગણતરી અને ક્લોઝિંગ ઓક્શન સેશનમાં ફેરફારની પ્રક્રિયા થશે.

ક્લોઝિંગ ઓક્શનમાં ઓર્ડર આપવાનો સમય 3:20 થી 3:30 વાગ્યા સુધીનો રહેશે. આ પછી 3:30 થી 3:35 વાગ્યા સુધી ઓર્ડર મૅચ થશે અને ટ્રેડ કન્ફર્મ થશે. ત્યારબાદ 3:35 થી 3:50 વાગ્યા સુધી ટ્રાન્ઝિશન પિરિયડ અને 3:50 થી 4 વાગ્યા સુધી પોસ્ટ-ક્લોઝ સેશન રહેશે.

IPO અને ફરીથી લિસ્ટ થયેલા શેર્સ માટે સ્પેશિયલ પ્રિ-ઓપન સેશન 2:05 થી 2:50 વાગ્યા સુધી રહેશે. આ પછી શેર્સનું નોર્મલ માર્કેટ 3:05 થી 3:30 વાગ્યા સુધી ચાલશે. સ્પેશિયલ પ્રિ-ઓપનના છેલ્લા 10 મિનિટમાં સિસ્ટમ રેન્ડમ પદ્ધતિથી ઓર્ડર એન્ટ્રી બંધ કરી શકે છે. ઓછી ખરીદ-વેચાણ ધરાવતા શેર માટે કૉલ ઓક્શન સેશન 2:25 થી 3:10 વાગ્યા સુધી રહેશે. તેના છેલ્લા એક મિનિટમાં સિસ્ટમ રેન્ડમ પદ્ધતિથી સેશન બંધ કરી શકે છે. ટ્રેડમાં ફેરફાર કરવાની સમયમર્યાદા બપોરે 2:20 થી સાંજે 4:15 વાગ્યા સુધીની છે.

બીજો સવાલ એ કે, શું મુહૂર્ત ટ્રેડિંગમાં કરેલા સોદાઓનું સેટેલમેન્ટ થશે? તો આનો જવાબ 'હા' છે. NSEના સર્ક્યુલર મુજબ, આ સત્રમાં થયેલા તમામ ટ્રેડથી સેટેલમેન્ટની જવાબદારી બનશે. સરળ ભાષામાં, શેર ખરીદવા કે વેચ્યા પછી ચુકવણી અને શેરોનું ટ્રાન્સફર નક્કી કરેલી પ્રક્રિયા હેઠળ પૂરું કરવું પડશે. એટલા માટે મુહૂર્ત ટ્રેડિંગને માત્ર પ્રતીકાત્મક ખરીદી ન સમજવી; તેમાં કરેલા સોદા અસલી બજાર સોદા હશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
SBI ની આ શાનદાર સ્કીમથી થશે ‘પાક્કી કમાણી’, ‘મંથલી ઇન્કમ’ અને ‘મેચ્યોરિટી’ પર ‘મની રિફંડ’
