AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળીમા હવે એર પ્યુરિફાયર ખરીદવાની જરૂર નથી ! AC નો આ મોડ આવશે કામ, વીજળી બિલ પણ રહેશે ઓછું

દિવાળીમા વધતા પ્રદૂષણ વચ્ચે મોંઘું એર પ્યુરિફાયર ખરીદવાને બદલે ઘરમાં લાગેલું AC પણ મદદરૂપ બની શકે છે. કૂલિંગ ચાલુ કર્યા વગર માત્ર AC ના 'ફેન મોડ'નો ઉપયોગ કરીને ધૂળના રજકણો કેવી રીતે ફિલ્ટર કરી શકાય અને વીજળી બિલ કેટલું ઓછું આવશે? જાણો વિગતવાર માહિતી.

| Updated on: Oct 19, 2026 | 5:27 PM
Share
દિવાળીમાં વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ ઘરની અંદરની હવાને શુદ્ધ અને સ્વચ્છ રાખવી અત્યંત જરૂરી બની જાય છે. આવા સંજોગોમાં ઘણા લોકો મોંઘા એર પ્યુરિફાયર ખરીદવાનું વિચારવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં લાગેલો એર કંડિશનર (AC) પણ હવામાં રહેલા ધૂળના રજકણો દૂર કરવામાં મદદ કરી શકે છે? આ માટે તમારે AC નું કૂલિંગ ચલાવવાની કે મોટું વીજળી બિલ ભરવાની બિલકુલ જરૂર નથી; માત્ર AC ના એક ખાસ મોડનો યોગ્ય ઉપયોગ કરવાનો રહેશે.

1 / 7
AC ના ‘Fan Mode’ નો કરો સ્માર્ટ ઉપયોગ: સામાન્ય રીતે શિયાળો શરૂ થતાં જ લોકો AC બંધ કરી દેતા હોય છે. પરંતુ જો તમારા AC માં ‘ફેન મોડ’ (Fan Mode) ઉપલબ્ધ હોય, તો તેનો બખૂબી ઉપયોગ કરી શકાય છે. આ મોડ સક્રિય કરવાથી AC નું કમ્પ્રેસર સંપૂર્ણપણે બંધ રહે છે અને માત્ર અંદરનું બ્લોઅર (ઇન્ડોર ફેન) કાર્યરત રહે છે. પરિણામે રૂમની હવા સતત AC ના એર ફિલ્ટરમાંથી પસાર થઈને બહાર આવે છે.

2 / 7
AC માં લગાવેલું મેશ ફિલ્ટર હવામાં રહેલા ધૂળના મોટા કણો, માટી અને વાળ જેવી અશુદ્ધિઓને રોકી લે છે. જોકે એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સામાન્ય AC નું ફિલ્ટર અતિબારીક પ્રદૂષિત કણોને હટાવવા માટે સક્ષમ નથી હોતું, તેથી તેને સંપૂર્ણપણે પ્રોફેશનલ એર પ્યુરિફાયરનો વિકલ્પ ન ગણી શકાય.

3 / 7
વીજળી બિલ પણ આવશે નહિવત: AC ના ફેન મોડનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં કમ્પ્રેસર ન ચાલતું હોવાથી સામાન્ય કૂલિંગ મોડની સરખામણીએ પાવર વપરાશ ખુબ ઓછો થાય છે.

4 / 7
દાખલા તરીકે, જો AC નો ઇન્ડોર ફેન લગભગ 60 વૉટ પાવર વાપરતો હોય અને તમે તેને દરરોજ 8 કલાક ચલાવો, તો આખા મહિનામાં આશરે 14.4 યુનિટ વીજળી વપરાય છે. જો વીજળીનો દર ₹7 પ્રતિ યુનિટ ગણવામાં આવે, તો મહિનાનો ખર્ચ માંડ ₹101 ની આસપાસ થાય છે. (જોકે વાસ્તવિક વપરાશ AC ના મોડલ અને તેની ફેન સ્પીડ સેટિંગ પર આધાર રાખે છે.)

5 / 7
ઉપયોગ કરતાં પહેલાં ફિલ્ટર સાફ કરવું અનિવાર્ય:  જો તમે દિવાળીમાં AC ના ફેન મોડનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા હોવ, તો સૌથી પહેલાં તેના બંને ફિલ્ટર કાઢીને સાબુ કે પાણીથી બરાબર સાફ કરી લો. લાંબા સમયથી જમા થયેલી ધૂળ હવાના ફ્લોને અટકાવી શકે છે. ફિલ્ટરને સંપૂર્ણપણે સુકાઈ જવા દીધા બાદ જ ફરીથી AC માં ફિટ કરવું જોઈએ.

6 / 7
શું આનાથી વાયુ પ્રદૂષણથી સંપૂર્ણ રક્ષણ મળી શકે?: અહીં એ બાબત સ્પષ્ટપણે સમજવી જરૂરી છે કે સામાન્ય AC ફિલ્ટર PM 2.5 જેવા અતિસૂક્ષ્મ ઝેરી કણોને ફિલ્ટર કરી શકતું નથી. જો તમારા વિસ્તારમાં ઝેરી ધુમ્મસ કે પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે હોય, તો HEPA ફિલ્ટર ધરાવતું સમર્પિત એર પ્યુરિફાયર જ શ્રેષ્ઠ ઉપાય છે. AC નો ફેન મોડ માત્ર ઓરડાની હવામાં તરતી સામાન્ય ધૂળ અને ગંદકી ઘટાડવા માટેનો એક સસ્તો અને કામચલાઉ ઉપાય સાબિત થઈ શકે છે.

7 / 7

રસોડામાં કઈ દિશામાં રાખવો જોઈએ ફ્રિજ? કયો રંગ લાવી શકે છે સુખ-સમૃદ્ધિ! જાણો સંપૂર્ણ વાસ્તુ વિગતો

Follow Us
વિદેશી મહિલાએ એક જ ઝાટકે આખેઆખું 'ફાયર પાન' મોઢામાં મૂકી દીધું

વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
વરદાયિની માતાની પલ્લી ઘીની નદીઓ વહે છે
ગાંધીનગરના રાંચરડા મંડળી ગરબામાં માથાકૂટનો નવો વળાંક,

દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો

કચ્છના ક્રીકમાં BSF દ્વારા પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપાયો

પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રી સાઉદી અરેબિયામાં ફસાયા

માતાજીના ઉપાસકને મહિષાસુરોથી કેમ ડર લાગે છે? કાજલ હિન્દુસ્તાની

બનાસકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત, 4નાં મોત અને 4 ઈજાગ્રસ્ત ! Video

નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

વડોદરામાં ગેંડા સર્કલ પર ચઢ્યો યુવક, હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો

g clip-path="url(#clip0_868_265)">