Breaking News : વરદાયિની માતાની ઐતિહાસિક પલ્લીમાં લાખો કિલો ઘીનો અભિષેક થશે, જુઓ Video
રૂપાલની પલ્લી (Rupal Palli )નો રૂડો અવસર પાંડવોના સમયથી ચાલતો હોવાની માન્યતા છે. જેને પગલે દર વર્ષે નવમા નોરતે માતાજીની પલ્લી ભરાય છે. પલ્લીમાં માતાજીના દર્શનાર્થે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
આજે નોમ નવમાં નોરતા રૂપાલ ની 5000 હજાર વર્ષ નો પાંડવ કાળ નો ઇતિહાસ ધરાવતી વરદાયિની માતાની પલ્લી રથ નીકળશે. વરદાયિની માતા ની ઐતિહાસિક પલ્લી માં લાખો કિલો ઘીનો અભિષેક થશે. વહેલી સવારથી ભક્તો વરદાયિની માતાના દર્શન કરવા ઉમટ્યા રહ્યા છે. ભક્તો મનો કામના પૂર્ણ થતા ઘીની માનતા રાખે છે. અશક્ત અને દિવ્યાંગ શ્રદ્ધાળુ પણ માતાના દર્શન કરવા પહોંચ્યા છે. ભક્તો એક કિલોથી લઈ 20 કિલો ઘીના ડબ્બા સાથે માનતા પૂરી કરવા પહોંચ્યા.
માતા ની પલ્લીના દર્શન
લાખો ભક્તો આજે માતા ની પલ્લીના દર્શન કરી ધનત્યા અનુભવશે. મંદિર પ્રશાસન તરફથી ભક્તો માટે રહેવા જમવા અને શાંતિ થી દર્શન કરવાની અપીલ.વરદાયિની મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તો માટે રહેવા જમવા પાર્કિંગ આરોગ્યની સુવિધાઓ કરવામાં આવી છે. પલ્લી રથ રૂપાલ ગામના વિવિધ ચકલાઓ પરિભ્રમણ કરી મંદિર પરત ફરશે. પાંડવોએ અજ્ઞાતવાસમાં અહીંયા શસ્ત્રો છુપાવ્યા હતા. જે બાદ માતા વરદાયિની માતાની આરાધના કરી હતી. જ્યાં માતાએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું એટલે વરદાયિની નામ પડ્યું હતું.
પરંપરાનુસાર આસો સુદ નોમના દીવસે વરદાયિની માતાની પલ્લી યોજવામાં આવે છે. રુપાલમાં રાત્રીના દરમિયાન પલ્લી નિકળશે. પલ્લીમાં લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવતો હોય છે. રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દર્શ્યો સર્જાય છે.
નવરાત્રી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘નવ રાત્રિનો સમય’. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. અહી ક્લિક કરો
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
