Business Idea: 5 હજારથી પણ ઓછા ખર્ચમાં રેલવે સાથે શરૂ કરો આ વ્યવસાય, દર મહિને થશે જબરદસ્ત કમાણી
તમે 5 હજારથી પણ ઓછા ખર્ચમાં રેલવે સાથે બિઝનેસ શરૂ કરી શકો છો. બીજું કે, આ બિઝનેસ થકી તમે દર મહિને સારી એવી કમાણી પણ કરી શકો છો.

ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું ચોથું સૌથી લાંબુ ટ્રેન નેટવર્ક છે. દરરોજ લાખો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. ખાસ વાત એ છે કે, રેલવે તમને મુસાફરીની સાથે-સાથે કમાણી કરવાની તક પણ આપે છે.

આ બિઝનેસ તમે રેલવે સાથે માત્ર 3,999 રૂપિયાના રોકાણ સાથે શરૂ કરી શકો છો. આ બિઝનેસ દ્વારા તમે ઘરે બેઠા સારી એવી કમાણી કરી શકો છો.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC દ્વારા ઓનલાઇન ટિકિટ અને કેટરિંગ બુકિંગની સુવિધા આપવામાં આવે છે. આ બિઝનેસ IRCTC ટિકિટ એજન્ટ માટે ખાસ છે. જો તમે IRCTC ના અધિકૃત (Authorized) ટિકિટ એજન્ટ બનવા માંગતા હોવ, તો તેના માટે તમારે IRCTC ની ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરવી પડશે.

IRCTC ટિકિટ એજન્ટ બનવા માટે 1 વર્ષની રજિસ્ટ્રેશન ફી 3,999 રૂપિયા અને 2 વર્ષની ફી 6,999 રૂપિયા છે. ફી સબમિટ કર્યા બાદ તમને એજન્ટ તરીકેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી જશે. આ સર્ટિફિકેટ દ્વારા તમે અધિકૃત ટિકિટ એજન્ટ તરીકે કામ શરૂ કરી શકો છો.

અધિકૃત એજન્ટને IRCTC સંપૂર્ણ સપોર્ટ (Full Support) પૂરો પાડે છે. તમે તત્કાલ, વેઇટિંગ લિસ્ટ અને RAC ટિકિટો બુક કરી શકો છો. દરેક બુકિંગ પર એજન્ટને કમિશન મળશે. આ સાથે જ તમને 24 કલાક અને 7 દિવસ કાર્યરત રહેતું 'સર્ચ એન્જિન બુકિંગ સિસ્ટમ' પણ મળે છે.

આ સિવાય દરેક એજન્ટનું એક ઓનલાઈન એકાઉન્ટ હોય છે, જેના દ્વારા તેઓ ડોમેસ્ટિક (સ્થાનિક) અને ઈન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય) ફ્લાઈટ્સ માટે પણ બુકિંગ કરી શકે છે. એજન્ટ બસ, હોટેલ, હોલિડેની સાથે સાથે ટૂર પેકેજ પણ બુક કરી શકે છે. આ ઉપરાંત, મની ટ્રાન્સફર, પ્રીપેડ રિચાર્જની સાથે બીજી તમામ સર્વિસ પણ આપી શકે છે.

IRCTC ના ટિકિટ એજન્ટ બન્યા બાદ જો તમે મહિનામાં 100 ટિકિટ સુધીનું બુકિંગ કરો છો, તો તમને ટિકિટ દીઠ 10 રૂપિયા કમિશન મળશે. 101 થી 300 જેટલી ટિકિટ બુક કરવા પર પ્રતિ ટિકિટ 8 રૂપિયા કમિશન આપવામાં આવશે. જો તમે 300 થી વધુ ટિકિટ બુક કરો છો, તો ટિકિટ દીઠ 5 રૂપિયા કમિશન મળશે.

આ ઉપરાંત, નોન-AC (Non-AC) ક્લાસની ટિકિટ પર 20 રૂપિયા સુધીનું કમિશન મળે છે, જ્યારે AC ક્લાસની ટિકિટ પર ટિકિટ દીઠ 40 રૂપિયા મળશે.
Disclaimer: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. આ વ્યવસાયમાં સંભવિત નફો અને જોખમ બજાર, સ્થાન, સ્કેલ અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે બદલાય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા વ્યવસાય સલાહકારની સલાહ લો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
