Live in relationship : શું તમે લિવ-ઈન રિલેશનશિપમાં રહો છો ? જાણો તેની કાનુની માન્યતા શું હોય
Live in relationship : ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કોઈ ચોક્કસ કાયદો નથી, પરંતુ બંધારણના અનુચ્છેદ 21 (જીવન અને સ્વતંત્રતાનો અધિકાર) હેઠળ તેને વ્યક્તિગત પસંદગીનો ભાગ માનવામાં આવે છે.

Live in relationship : લિવ-ઇન રિલેશનશિપ એ બે અપરિણીત લોકો વચ્ચેનો સંબંધ છે. આમાં બંને લોકો સાથે રહે છે અને લગ્નની જેમ એકબીજા સાથે જોડાયેલા છે. લિવ-ઇન રિલેશનશિપને સામાન્ય રીતે લગ્ન વિના સાથે રહેવા તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપને કાયદેસર માન્યતા નથી. જો કે ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્ન વિના લિવ-ઇન રિલેશનશિપ ગુનો નથી.

એસ.ખુશ્બુ વિ. કન્નીઅમ્મલ (2010) : કોર્ટે કહ્યું કે, લિવ-ઇન રિલેશનશિપને ગુનો ગણી શકાય નહીં અને તે બે પુખ્ત વયના લોકોનો વ્યક્તિગત નિર્ણય હોય છે. ઇન્દ્ર શર્મા વિ. વી.કે.વી. શર્મા (2013) : સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો સંબંધ લાંબા સમય સુધી ટકી રહ્યો હોય તો તેને લગ્ન જેવું કાનૂની રક્ષણ મળી શકે છે.

નિયમ : કોર્ટે કહ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી લિવ-ઇન સંબંધ બાંધવો ભારતમાં ગુનો નથી. લિવ-ઇન રિલેશનશિપ શું છે? લિવ-ઇન રિલેશનશિપ એ એવા સંબંધો છે જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના બે પુખ્ત વયના લોકો એકબીજા સાથે લગ્ન કર્યા વિના સાથે રહે છે. લગ્નથી વિપરીત, લિવ-ઇન રિલેશનશિપમાં કોઈ કાનૂની અસરો હોતી નથી.

કોઈપણ લિવ-ઇન રિલેશનશિપમાં બંને પક્ષો સતત સમયગાળા માટે સાથે રહેતા હોવા જોઈએ. કોઈપણ પક્ષ એવો ન હોવો જોઈએ કે થોડો ટાઈમ સાથે રહે અને થોડો ટાઈમ અલગ રહે. સાથે રહેવાનો વાજબી સમયગાળો જરૂરી છે. જો યોગ્ય સમયગાળો પૂર્ણ થાય તો તેને લિવ ઇન રિલેશનશિપ ગણવામાં આવશે.
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































