Breaking News : ટ્રેનમાં તમારી સીટ પર બીજુ કોઈ કબ્જો જમાવી લે તો શું કરવું? ફક્ત એક ફોનમાં આવી જશે નિરાકરણ, જાણો
ટ્રેનમાં તમારી બુક કરેલી સીટ પર કોઈ અજાણી વ્યક્તિ બેઠી હોય તો ઝઘડો નહીં. ફક્ત તમારા ફોન આવી જશે નિરાકરણ, ભારતીય રેલવેએ મુસાફરોની સહાય માટે એક સરળ અને વિશ્વસનીય વ્યવસ્થા બનાવી છે.

ટ્રેનમાં લાંબી મુસાફરી દરમિયાન દરેક મુસાફર પોતાની બુક કરેલી સીટ પર આરામથી બેસવા માંગે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે તમે તમારી સીટ પાસે પહોંચો અને ત્યાં કોઈ અજાણી વ્યક્તિ પહેલેથી જ બેઠી હોય. આવી સ્થિતિમાં વાદ–વિવાદ કે ઝઘડો કરવો પરિસ્થિતિને વધુ બગાડી શકે છે. સદનસીબે ભારતીય રેલવેએ મુસાફરોની સહાય માટે એક સરળ અને વિશ્વસનીય વ્યવસ્થા બનાવી છે.
જો તમારી સીટ પર કોઈ અજાણી વ્યક્તિ બેઠી હોય, તો સૌથી પહેલા તમારા મોબાઇલમાંથી 139 નંબર પર SMS મોકલો. આ SMSમાં તમારે તમારો PNR નંબર, સીટ નંબર અને “SEAT OCCUPIED BY UNKNOWN PERSON” લખવાનું રહેશે. સંદેશ મોકલ્યા બાદ થોડા જ સમયમાં ટ્રેનમાં હાજર TT અથવા RPFના અધિકારીઓ તમારી પાસે આવશે અને પરિસ્થિતિનું નિરાકરણ લાવી તમને તમારી સીટ અપાવશે.
જો કોઈ કારણસર SMSનો જવાબ ન મળે, તો તમે સીધા 139 હેલ્પલાઇન પર ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહે છે અને મુસાફરોની સુરક્ષા તથા સુવિધા માટે સમર્પિત છે.
જુઓ વીડિયો….. (Credit Source: )
આવી સરળ પ્રક્રિયા અપનાવીને તમે શાંતિપૂર્ણ, સલામત અને તણાવમુક્ત મુસાફરીનો આનંદ લઈ શકો છો.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
