AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : કપડાં ધોવાના સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કરો, દર મહિને તગડી કમાણી કરશો

હાલની તારીખમાં કપડાં ધોવાના સાબુનો બિઝનેસ ખુબ જ તેજીમાં છે. નોંધપાત્ર બાબત એ છે કે, આની માંગ ક્યારેય ઘટતી થતી નથી. આજના સમયમાં કપડાં ધોવાના સાબુનો વપરાશ સતત વધી રહ્યો છે.

| Updated on: Nov 24, 2025 | 6:38 PM
Share
આજના સમયમાં કપડાં ધોવાના સાબુનો વપરાશ સતત વધી રહ્યો છે. આ જ કારણ છે કે, આ વ્યવસાય તમને લાંબાગાળે સારી આવક આપી શકે છે. કપડાં ધોવાના સાબુ બનાવવા માટે વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં સોડા એશ, ચાઇના ક્લે, કેલ્સાઇટ, સોડિયમ સિલિકેટ, પોલિમર, ડોલોમાઇટ, સ્લેટ અને ફ્રેગરન્સનો સમાવેશ થાય છે. તમે આ કાચો માલ કોઈપણ જથ્થાબંધ બજારમાંથી ખરીદી શકો છો અથવા તો તમે તેને ઓનલાઈન પણ ખરીદી શકો છો. ઈન્ટરનેટ પર ઘણી બધી વેબસાઇટ્સ છે, જે સાબુ બનાવવા માટેનો કાચો માલ તમારા ઘરે પહોંચાડે છે.

1 / 8
કોઈપણ પ્રકારનો બિઝનેસ શરૂ કરવા માટે રોકાણની જરૂર તો પડે જ છે અને રોકાણ તમે તમારા વ્યવસાયને કેટલો વધારવા માંગો છો, તેના પર આધાર રાખે છે. જો તમારી પાસે પહેલાથી જ મર્યાદિત બજેટ છે, તો તમે નાનાપાયે વ્યવસાય શરૂ કરી શકો છો. જો તમારી પાસે મોટું બજેટ છે, તો તમે મોટાપાયે બિઝનેસ શરૂ કરી શકો છો.

2 / 8
આજકાલ સાબુ બનાવવા માટે તેની મશીનરી હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેના વિના આ પ્રોસેસ અશક્ય છે. મશીનોમાં એક કટીંગ મશીનની કિંમત આશરે ₹12,000 છે, એક મિક્સર મશીન ₹2,60,000 માં મળી રહે છે, એક્સ્ટ્રુડર મશીન પ્રતિ ડાઈ ₹5,000 ની કિંમતે મળી રહે છે અને ખાસ એક્સ્ટ્રુડરની કિંમત ₹1,60,000 જેટલી છે.

3 / 8
સાબુ ​​બનાવવાના વ્યવસાય માટે મશીન ઉપરાંત બીજી ખાસ સામગ્રીની પણ જરૂર પડે છે. ટૂંકમાં કાચા માલનો ખર્ચ આશરે ₹3,000 થી ₹15,000 થાય છે અને મજૂરીનો ખર્ચ ₹5,000 થી ₹10,000 જેટલો થાય છે. સેટઅપનો ખર્ચ આશરે ₹20,000 થાય છે, જ્યારે વીજળીનું બિલ ₹3,000 થી ₹5,000 સુધી આવી શકે છે. સરળ રીતે કહીએ તો, સાબુનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રારંભિક રોકાણ ઓછામાં ઓછું ₹6 થી ₹8 લાખ જેટલું હોવું જોઈએ.

4 / 8
કપડા ધોવાનો સાબુ બનાવવા માટે તમારે પહેલા મિક્સર મશીનની જરૂર પડશે. આ મશીનનો ઉપરનો ભાગ ખુલ્લો છે, જેનાથી તમે મશીનની ક્ષમતા અનુસાર ડોલોમાઇટ પાવડર વાપરી શકો છો. સામાન્ય રીતે, આ મશીન એક સમયે 100 કિલોગ્રામ ડોલોમાઇટ પાવડર સમાવી શકે છે. આ મિશ્રણમાં 3 કિલો સોડા પાવડર ઉમેરો અને પછી મશીન ચાલુ કરો. વધુમાં ડોલોમાઇટ અને સોડા પાવડરને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ 20 કિલો એસિડ સોલ્યુશન અને 4 કિલો AOS (Alpha Olefin Sulfonate) પાવડર ઉમેરો. આ બધા પાવડરને ઓછામાં ઓછા અડધા કલાક સુધી સારી રીતે મિક્સ થવા દો. સાબુને એક અનોખો રંગ અથવા ફ્રેગરન્સ માટે 10 કિલો સોડિયમ સિલિકેટ ઉમેરો.

5 / 8
આ બધા પાવડર સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં 5 કિલો પોલિમર ઉમેરો. ખાસ વાત એ છે કે, જ્યારે પાવડરને મિક્સરમાં સારી રીતે મિક્સ કરવામાં આવે છે, ત્યારે તે કણક જેવું લાગે છે જેને સરળતાથી આકાર આપી શકાય છે. હવે આ મિશ્ર ઘટકોને સાબુ બનાવતી ડાઇનો ઉપયોગ કરીને આકાર આપો. આ મશીન એક કન્ટેનર સાથે જોડાયેલ હોય છે.

6 / 8
સાબુનો વ્યવસાય ચલાવવા માટે ચોક્કસ લાયસન્સ જરૂરી છે. આ માટે જરૂરી મ્યુનિસિપલ લાયસન્સ, લેન્ડ પ્રૂફ (જમીનના પુરાવા માટે), કોમર્શિયલ વીજળી કનેક્શન અને Environment Constant License પણ જરૂરી છે. આ બિઝનેસમાં તમારે ઓછામાં ઓછા 5 થી 6 કામદારોની જરૂર પડશે.

7 / 8
પેકિંગ કરવા માટે તમારે ઓછામાં ઓછા 2 થી 3 સ્ટાફ સભ્યોની જરૂર પડશે. કપડા ધોવાના સાબુનું વેચાણ કરવા માટે તમારે શક્ય તેટલા રીટેલર્સનો સંપર્ક કરવો જોઈએ. રીટેલર્સને સીધો સાબુ વેચવાથી વધુ નફો મળે છે. આ સિવાય તમે સ્થાનિક જથ્થાબંધ વેપારીઓનો પણ સંપર્ક કરી શકો છો અને સાબુ વેચી શકો છો. માર્કેટિંગ માટે બેનરો અથવા પેમ્ફલેટ છાપો. બીજું કે, આ ડિજિટલ યુગમાં તમે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકો છો. સાબુના વ્યવસાય વિશે વાત કરીએ તો, તમે ઓછામાં ઓછો 15% થી 25% જેટલો નફો (50,000 થી 1,00,000 રૂપિયા સુધી) કમાઈ શકો છો.

8 / 8
Disclaimer: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. આ વ્યવસાયમાં સંભવિત નફો અને જોખમ બજાર, સ્થાન, સ્કેલ અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે બદલાય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા વ્યવસાય સલાહકારની સલાહ લો.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ

અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

g clip-path="url(#clip0_868_265)">