આ 3 રાશિના લોકો પર લડ્ડુ ગોપાલની થશે ખાસ કૃપા, બદલાશે ભાગ્ય
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 12 રાશિઓમાંથી દરેક રાશિ પર કોઈ ખાસ દેવતાનો આશીર્વાદ માનવામાં આવે છે. તેવી જ રીતે, લડ્ડુ ગોપાલ કેટલીક રાશિઓ પ્રત્યે વિશેષ સ્નેહ ધરાવે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બાર રાશિઓ હોય છે, અને દરેકનું કોઈ ને કોઈ ગ્રહ અથવા દેવતા સાથે જોડાણ હોય છે. આમાંથી કેટલીક રાશિઓ એવી માનવામાં આવે છે, જેઓ પર લડ્ડુ ગોપાલના ખાસ આશીર્વાદ રહે છે. શ્રી કૃષ્ણ, જેમને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. ( Credits: Getty Images )

કાન્હાનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ પાવન દિવસને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 16 ઓગસ્ટે મનાવવામાં આવશે. આવો જાણી લઈએ કે કઈ રાશિઓ લડ્ડુ ગોપાલની વિશેષ કૃપા મેળવે છે.

વૃષભ રાશિના જાતકો પર ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા રહે છે, કારણ કે આ નક્ષત્ર રોહિણી નક્ષત્રમાં આવે છે, જેમાં કાન્હાનો જન્મ થયો હતો. તેથી તેમને ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણ બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવા લોકો જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ સફળતા મેળવે છે. રાધા રાણી અને કાન્હાના મંત્રોના જાપથી ધનનો અભાવ અનુભવાતો નથી, તેમજ માનસિક અને શારીરિક તણાવમાંથી રાહત મળે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ સાથે ધન અને સમૃદ્ધિ સતત વધતી રહે છે.

મીન રાશિના સ્વામી ગુરુ અને ભગવાન વિષ્ણુ છે, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પૂજાય છે. આ કારણે મીન રાશિના જાતકો પર લડ્ડુ ગોપાલની વિશેષ કૃપા માનવામાં આવે છે. આવા લોકોને જીવનમાં વિવિધ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે અને કાન્હાની આશીર્વાદથી સમાજમાં તેમનું માન-સન્માન વધે છે. તેઓ સ્વભાવથી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત રહે છે અને તેમનું વૈવાહિક જીવન સુખમય રહે છે. તેમની મહેનત તેમને અનેક ક્ષેત્રોમાં સફળતા અપાવે છે.

ધન રાશિના જાતકો પર લડ્ડુ ગોપાલની વિશેષ કૃપા રહે છે, કારણ કે આ રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ અને શ્રી હરિ વિષ્ણુ છે. આવા લોકો ધર્મ, સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલનારા હોય છે. કાન્હાની આ વિશેષ કૃપાથી તેમને સમાજમાં માન-સન્માન સાથે વિવિધ ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.
