AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : કોચીના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

કોચી એટલે પરંપરા અને આધુનિકતાનું અનોખું સંગમ જ્યાં મસાલાની સુગંધ, દરિયાની હવા અને ઇતિહાસની ગાથાઓ સાથે મળીને એક અનોખો અનુભવ સર્જે છે.

| Updated on: Aug 21, 2025 | 11:14 AM
Share
કોચી શહેરનું પ્રાચીન નામ કોચીન (Cochin) હતું. પોર્ટુગીઝ, ડચ અને બ્રિટિશોએ આ નામનો વ્યાપક ઉપયોગ કર્યો.  “કોચીન” શબ્દ વિશે અનેક માન્યતાઓ છે.કેટલાક ઈતિહાસકારોના મતે, તે મલયાલમ શબ્દ "કોચુ અઝી" પરથી આવેલું છે, જેનો અર્થ “નાનું લેગૂન” અથવા “નાનું બંદર” થાય છે.અન્ય માન્યતા મુજબ, ચાઇનિઝ વેપારીઓએ તેને “કોચી” કહેવાનું શરૂ કર્યું, કેમ કે તે ચીન સાથેના વેપાર માટે મહત્વપૂર્ણ બંદર હતું. (Credits: - Wikipedia)

1 / 8
પોર્ટુગીઝોએ અહીં આવ્યા બાદ “કોચીન” નામને પ્રચલિત કર્યું, જે પછી ડચ અને બ્રિટિશ શાસન દરમિયાન પણ વપરાતું રહ્યું.સ્વતંત્ર ભારત પછી તેને સત્તાવાર રીતે “કોચી (Kochi)” તરીકે ઓળખવામાં આવ્યું. (Credits: - Wikipedia)

2 / 8
14મી સદીમાં, કોચી ભારતના પશ્ચિમ કિનારે એક મહત્વપૂર્ણ મસાલા વેપાર કેન્દ્ર બન્યું. અરબી વેપારીઓ અહીંથી મસાલા, મોતી અને કપાસ લઈ જતા. કોચીનું સ્થાન કુદરતી બંદર તરીકે અત્યંત અનુકૂળ હોવાથી તે ઝડપથી આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર બન્યું. (Credits: - Wikipedia)

3 / 8
1503માં પોર્ટુગીઝોએ કોચી પર કબજો કર્યો. આ રીતે કોચી ભારતનું પ્રથમ યુરોપિયન વસાહતી શહેર બન્યું.પોર્ટુગીઝોએ અહીં કિલ્લાઓ, ચર્ચો અને વેપાર ગોડાઉન બાંધ્યાં. 1530 સુધી કોચી પોર્ટુગીઝ ભારતની રાજધાની રહ્યું, પછી ગોવા પસંદ થયું.બાદમાં, કોચી ડચોના હાથમાં આવ્યું, જેમણે અહીં તેમના વહીવટ અને વેપારનું નેટવર્ક મજબૂત બનાવ્યું.18મી સદીમાં, બ્રિટિશોએ કોચીને કબજે કર્યું અને તેને તેમના વસાહતી સામ્રાજ્યમાં સામેલ કર્યું. (Credits: - Wikipedia)

4 / 8
યુરોપિયન શાસન સાથે સાથે, સ્થાનિક રાજવંશ પણ અહીં સત્તા જાળવતો રહ્યો. “કોચીન રાજ્ય” એક પ્રિન્સલી સ્ટેટ (રજવાડું) હતું, જે બ્રિટિશોની સુરક્ષા હેઠળ કાર્ય કરતું.

5 / 8
1947માં ભારત સ્વતંત્ર થતા કોચીન રાજ્યને ભારતીય સંઘમાં જોડવામાં આવ્યું. બાદમાં તે કેરળ રાજ્યનું  ભાગ બન્યું. આજે, કોચી કેરળનું સૌથી મોટું મેટ્રોપોલિટન શહેર અને “કેરળની આર્થિક રાજધાની” ગણાય છે. (Credits: - Wikipedia)

6 / 8
કોચી આજે પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ છે. અહીં ચાઇનીઝ ફિશિંગ નેટ્સ, યુરોપિયન ઐતિહાસિક ઈમારતો, અરબી મસ્જિદો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકસાથે જોવા મળે છે.પ્રવાસન, વેપાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કોચી આજે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. કેરળમાં સૌથી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષતું કોચી આજે પ્રવાસનનું મુખ્ય હબ છે.  (Credits: - Wikipedia)

7 / 8
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Wikipedia)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી

રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video

ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા

PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ

વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત

સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video

શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ

SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો

AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">