AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC ઝડપાયું, જુઓ Video

Breaking News : AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC ઝડપાયું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2026 | 12:24 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ કુબેરનગર વોર્ડ નં 14ના કોંગ્રેસના ઉમેદવાર કલ્પના કોડેકરની જીત થઈ છે. પરંતુ કોંગ્રેસના કલ્પના કોડેકર સામે ખોટું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે 192માંથી 160 બેઠકો જીતી ફરી સત્તા હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસને 32 બેઠકો મળી છે.AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું છે. કુબેરનગર કોંગ્રેસના ઉમેદવાર કલ્પના નવલેકર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. કુબેરનગર વોર્ડ નં 14ના કોંગ્રેસના ઉમેદવાર કલ્પના કોડેકરની જીત થઈ હતી.અમદાવાદ મનપાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારે બોગસ LCનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે.

નકલી LC બનાવી તેના પર ખોટી સહીઓ કરી

કુબેરનગરના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકરએ કૃષ્ણનગરમાં આવેલી શાળાનો LCનો ઉપયોગ કર્યો હતો.ફરિયાદી ચિરાગ શાહનો આક્ષેપ છે કે ચૂંટણી વખતે રજૂ કરેલુ LC બોગસ છે.આ અંગે તેમણે DEO કચેરીમાં ફરિયાદ કરી હતી.DEOની તપાસમાં સામે આવ્યું કે,રજૂ કરેલું શાળાનું LC સંપૂર્ણપણે ખોટું છે.GR નંબરમાં પણ અન્ય વિદ્યાર્થીનું નામ હોવાનુ સામે આવ્યું.કોઈએ નકલી LC બનાવી તેના પર ખોટી સહીઓ કરી હોવાની પ્રાથમિક વિગત છે.નકલી LC મુદ્દે DEOએ શાળાના આચાર્યને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આદેશ આપ્યા છે. કુબેરનગર વોર્ડ નં 14ના કોંગ્રેસના ઉમેદવાર કલ્પના કોડેકરની જીત થઈ હતી.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, 1949 હેઠળ જુલાઈ,1950ના રોજ કરવામાં આવી હતી. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">