AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ, માતાની જાહેરમાં હત્યા, 7 આરોપીઓ ઝડપાયા

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ, માતાની જાહેરમાં હત્યા, 7 આરોપીઓ ઝડપાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2026 | 1:04 PM
Share

અમરેલી જિલ્લામાં એક દિલડહોળી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ પ્રકરણના કારણે જાહેરમાં હત્યા અને અપહરણ જેવી ગંભીર ઘટના બની છે. ભાવનગર-સોમનાથ હાઇવે પર આવેલા નીંગાળા ગામ નજીક આરોપીઓએ યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો.

અમરેલી જિલ્લામાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ પ્રકરણના કારણે જાહેરમાં હત્યા અને અપહરણ જેવી ગંભીર ઘટના બની છે. ભાવનગર-સોમનાથ હાઇવે પર આવેલા નીંગાળા ગામ નજીક આરોપીઓએ યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો.

યુવતી નીંગાળા ગામ જવા માટે નીકળી

મળતી માહિતી મુજબ ફરિયાદી યુવકને તેની પત્નીની માસીની દીકરી (સાળી) સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધને લઈને બંને પક્ષ વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હતું. ઘટનાના દિવસે યુવતી નીંગાળા ગામ જવા માટે નીકળી હતી, ત્યારે આરોપીઓએ રસ્તામાં યુવક ભાવેશનું અપહરણ કરી લીધું હતું.

આ દરમિયાન યુવકની માતા તેને બચાવવા માટે વચ્ચે આવી હતી, પરંતુ આરોપીઓએ નિર્દયતાથી તેના પર ગાડી ચઢાવીને જાહેરમાં જ હત્યા કરી દીધી. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

યુવકને આરોપીઓના ચુંગાલમાંથી છોડાવ્યો

અપહરણ બાદ આરોપીઓ યુવકને મહુવા ખાતે લઈ જઈ બંધક બનાવી દીધો હતો અને તેને મારમાર્યો હતો. ઘટનાની જાણ થતાં LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકને આરોપીઓના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

પોલીસે આ મામલે ઝડપથી કાર્યવાહી કરતા 9માંથી 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીઓને પકડવા માટે શોધખોળ ચાલુ છે. હાલ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવે ફરી એકવાર બતાવ્યું છે કે વ્યક્તિગત સંબંધોમાંથી ઊભા થતા વિવાદો કેટલી ગંભીર હિંસામાં ફેરવાઈ શકે છે.

Breaking News : ગુજરાત પર સૂર્યનો પ્રકોપ, આખું રાજ્ય બન્યુ અગનભઠ્ઠી, 5 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">