Breaking News: PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ, જાણો શું છે તેની ખાસિયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવનારો ગુજરાત પ્રવાસ રાજકીય અને સામાજિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 11 મેના રોજ તેઓ વડોદરાના વાઘોડિયા ક્રોસિંગ નજીક આવેલા સરદારધામ – મધ્ય ગુજરાત ખાતે સરદારધામ-3નું ભવ્ય લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ સાંજે 4:30 વાગ્યે યોજાનાર છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવનારો ગુજરાત પ્રવાસ રાજકીય અને સામાજિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 11 મેના રોજ તેઓ વડોદરાના વાઘોડિયા ક્રોસિંગ નજીક આવેલા સરદારધામ – મધ્ય ગુજરાત ખાતે સરદારધામ-3નું ભવ્ય લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ સાંજે 4:30 વાગ્યે યોજાનાર છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
PM મોદી ગુજરાતને આપશે આ મોટી ભેટ
આ પ્રસંગે આશરે રૂ.150 કરોડના ખર્ચે બનેલા દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, શૈક્ષણિક સુવિધાઓ, સામાજિક કાર્યક્રમો માટે હોલ અને અન્ય ઉપયોગી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. આ સંકુલ ખાસ કરીને યુવાનોના શિક્ષણ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી બનાવવામાં આવ્યું છે.
વડોદરામાં LNT વાઘોડિયા હાઈવે પર આ સરદારધામ-3નું નિર્માણ કરાયું છે.. જેમાં મધ્ય ગુજરાતના 9 જિલ્લાના પાટીદાર યુવક-યુવતીઓને રહેવા અને તેમજ અભ્યાસની સુવિધાઓ મળી રહેશે. સરદારધામ-3ની ક્ષમતાની વાત કરવામાં આવે તો, આ સંકુલમાં 1 હજાર યુવક અને એક હજાર યુવતીઓ રહી શકશે..
PM મોદીનું ‘સરદાર રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે
કાર્યક્રમ દરમિયાન પાટીદાર સમાજ દ્વારા વડાપ્રધાન મોદીને ‘સરદાર રત્ન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. ત્રિપલ તલાક જેવા મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓ પર લીધેલા નિર્ણયો તેમજ દેશના સર્વાંગી વિકાસ માટે કરેલી કામગીરીને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. પાટીદાર સમાજની કુલ આઠ સંસ્થાઓ મળીને આ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરી રહી છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને અગ્રણીઓ હાજરી આપશે. સાથે જ પાટીદાર સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો પણ કાર્યક્રમમાં જોડાશે.
PM મોદીના આગમનને લઇને સુરક્ષા વ્યવસ્થા વધારાઇ
કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી રહી છે. પોલીસ અને પ્રશાસન દ્વારા સ્થળ પર ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, જ્યારે ટ્રાફિક વ્યવસ્થામાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવી શકે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે વડોદરામાં એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહેશે.
આ પણ વાંચો- Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું, ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતી, જુઓ Video
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
