Breaking News : SBI બેંકમાં લૂંટની ઘટના બાદ સ્ટાફનું હડતાળનું એલાન, કર્મચારીઓની માગ અને સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો! જુઓ Video
વરસોથી બેંકમાં સિક્યુરિટી ગાર્ડની ભરતી ન થવાને કારણે SBI બેંકમાં તાજેતરમાં થયેલી લૂંટને લઈને બેંક કર્મચારીઓમાં રોષ છવાયો છે. SBI બેંકમાં લૂંટની ઘટના બાદ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક બોફ ઇન્ડિયા ફેડરેશને નિવેદન આપ્યું છે કે લૂંટારા શખ્સો આગોતરૂં આયોજન કરીને લૂંટ કરવા આવ્યા હતા. બેંકમાં સિક્યુરિટી ગાર્ડના અભાવથી લૂંટ થયાનો આરોપ લગાવામાં આવ્યો છે. પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ યોગ્ય રીતે કામ ન કરતાં હોવાનો આક્ષેપ પણ કરાયો છે. આગામી 25 અને 26 તારીખે SBI બેંકના કર્મચારીઓ હડતાળ પર જશે.
હડતાળનું કારણ
મહત્વનું છે કે બેંકમાં વર્ષ 2022થી સિક્યુરિટી ગાર્ડની ભરતી ન થયાનો આરોપ પણ લગાવામાં આવ્યો છે. સાથે જ વરાછામાં SBI બેંકમાં થયેલી લૂંટની ઘટના સિક્યુરિટીના અભાવે થઈ હોવાનો આરોપ છે. પ્રાઈવેટ ગાર્ડ યોગ્ય રીતે જવાબદારી ન નિભાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવેલો છે. અગાઉ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બેંકમાંથી 5 કરોડના સોનાની લૂંટ થઈ હતી. ત્યારે હવે SBIની બેંકમાં મેસેન્જર અને રિટાયર્ડ આર્મી ઓફિસરની ગાર્ડ તરીકે ભરતી કરવા માટે માંગ ઉઠી છે. આ હડતાળ મેડિકલ, HRMS પોર્ટલ, ક્રોસ સેલિંગ, પરમનેન્ટ આઉટસોર્સિંગ બંધ થાય તેવી માંગ સહિતના 16 મુદ્દાઓ પર યોજાશે. આ હડતાળ બેંકના કામગીરી પર સીધો અસર કરશે. પરંતુ કર્મચારીઓનું માનવું છે કે તેઓ પોતાની સુરક્ષા અને જવાબદારીના મુદ્દાઓ પર આ અવાજ ઉઠાવવા માટે આ પગલું ઉઠાવી રહ્યા છે.
બેંક હડતાળ દરમિયાન રાખવી સાવચેતી
1. ATM મશીનમાં કેશ ઉપલબ્ધ છે કે નહીં તે ચેક કરવી
2. મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરવો
3. બિલની પેમેન્ટ લેટ ન થાય તે માટે સાવધાની પૂર્વક પેમેન્ટ કરવી
4. અગત્યની માહિતી વિશે બેંકના ઓફિશિયલ નોટિસ પર ધ્યાન આપવી
આ પણ વાંચો, Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું, ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતી, જુઓ Video
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
