Sisodia Surname History : ક્રિકેટથી લઈ રાજકારણક્ષેત્ર સાથે સંકળાયેલી સિસોદીયા અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે સિસોદિયા અટકનો અર્થ જાણીશું.

સિસોદિયા એ રાજપૂત વંશીય અટક છે. જે સૂર્યવંશી ક્ષત્રિય પરંપરા સાથે સંબંધિત છે. આ અટક રાજસ્થાનના મેવાડ પ્રદેશમાંથી ઉદ્ભવી છે.

સિસોદિયા શબ્દ સિસોદ નામના સ્થળ પરથી ઉદ્ભવ્યો છે - આ તે સ્થાન છે જ્યાંથી રાજવંશનું નામ પડ્યું છે.

સિસોદિયા વંશનો ઉદ્ભવ ગોહિલ વંશમાંથી થયો હોવાનું માનવામાં આવે છે. ગોહિલ વંશની સ્થાપના 8મી સદીની આસપાસ ગુહિલ (ગુહાદિત્ય) નામના રાજા દ્વારા કરવામાં આવી હતી.

આ રાજવંશને સૂર્યવંશી કહેવામાં આવે છે કારણ કે તે ભગવાન રામ સુધીનો વંશ ધરાવે છે. ગોહિલ વંશના રાજા રાવ રાણા હમીર સિંહે સિસોદ (ચિત્તોડ નજીક) નામના ગામમાં સત્તા સ્થાપી. આ પછી તેમના વંશજો સિસોદિયા તરીકે ઓળખાયા છે.

સિસોદિયા રાજપૂતોએ હંમેશા સ્વતંત્રતા અને આત્મસન્માનનું રક્ષણ કર્યું. તેઓએ ક્યારેય મુઘલ સમ્રાટો સમક્ષ શરણાગતિ સ્વીકારી નહીં - જે આ વંશની સૌથી મોટી વિશેષતા માનવામાં આવે છે.

સિસોદિયા રાજાઓની રાજધાની ચિત્તોડગઢ હતી. ત્યારબાદ મુઘલ આક્રમણોને કારણે ઉદયપુરને રાજધાની બનાવવામાં આવી છે. તેથી સિસોદિયા રાજવંશને ઉદયપુર ઘરાના પણ કહેવામાં આવે છે.

આજે ભારતના ઘણા રાજ્યોમાં "સિસોદિયા" અટક જોવા મળે છે. તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે.

સિસોદિયાના વંશજો આજે રાજકારણ, સેના, વહીવટ, શિક્ષણ અને વ્યવસાયોમાં સક્રિય છે. સિસોદિયા એક સૂર્યવંશી રાજપૂત કુળ છે જેનો ગૌરવશાળી ઇતિહાસ આત્મસન્માન, સ્વતંત્રતા, બહાદુરી અને સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ માહિતી આપવામાં આપી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
