Panchal Surname History : ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે પંચાલ અટકનો અર્થ શું થાય તે જાણીશું

પંચાલ અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક અટક છે. આ અટક સંસ્કૃત શબ્દ पञ्चाल પરથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ પાંચ થાય છે. આ અટક પાંચ મુખ્ય હસ્તકલામાં રોકાયેલા સમુદાયો સાથે સંકળાયેલી છે. જેમાં લુહાર, સુવર્ણકાર, તાંબાકામ કરનાર, સુથાર અને પથ્થરકામ કરનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. ( જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે. )

પંચાલ સમુદાયના લોકોમાં ઇજનેરો, આર્કિટેક્ટ, શિલ્પકાર અને મંદિર બનાવનારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પંચાલ અટક ધરાવતા લોકો ભગવાન વિશ્વકર્માના વંશજ માને છે. ( મૃણાલ પંચાલ ભારતની સૌથી પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટરમાંથી એક છે. જેના ઈન્સ્ટાગ્રામ પર 5 મિલિયન જેટલા ફોલોવર્સ છે. )

પંચાલએ પ્રાચીન ભારતના 16 મહાજનપદોમાંનું એક હતું.જે રોહિલખંડ અને હાલના ઉત્તર પ્રદેશમાં સ્થિત હતું.રાજા હર્યશ્વના પાંચ પુત્રો મુદ્ગલ, શ્રીંજય, બૃહદબલ, યવિનાર અને બૃહતશર્માના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ( નીલમ પંચાલ ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે. નીલમ પંચાલે હેલ્લારો ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળેલો છો. )

રાજ્ય ગંગા-યમુના દોઆબના ઉત્તર ભાગમાં ફેલાયેલું હતું, જે પશ્ચિમમાં કુરુ રાજ્ય, પૂર્વમાં કોસલ અને દક્ષિણમાં ચર્માણવતી નદી સુધી વિસ્તરેલું હતું.( જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે. )

મધ્યયુગીન કાળમાં, વિશ્વકર્મા અટક લુહાર સાથે સંકળાયેલી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તે આહીર અથવા ખત્રી-અરોરા સમુદાયો સાથે પણ સંકળાયેલી હતી.( પ્રિયંક કિરીટભાઈ પંચાલ એક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર છે. તેઓ મુખ્યત્વે ગુજરાત માટે right-handed ઓપનિંગ બેટ્સમેન હતો. )

વર્તમાન સમયમાં પંચાલ અટક ધરાવતા સમુદાયના લોકો રાજકીયક્ષેત્ર, અભિનય ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
