Mittal Surname History : બિગ બોસ કન્ટેસ્ટેન્ટ તાન્યા મિત્તલની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે મિત્તલ અટકનો અર્થ શું થાય તે જાણીશું

મિત્તલ અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક છે. જે મુખ્યત્વે ઉત્તર ભારત સાથે સંકળાયેલી છે. તે વ્યવસાયિક અને સામાજિક રીતે અગ્રણી સમુદાયોમાં પ્રચલિત છે. (એક ભારતીય સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ છે.)

મિત્તલ અટક સંસ્કૃત શબ્દ મિત્ર પરથી ઉતરી આવી છે, જેનો અર્થ "મિત્ર," "સાથી" અથવા "સહયોગી" થાય છે. આ નામ મિત્રતા, વિશ્વાસ અને સામાજિક બંધનો દર્શાવે છે.

કેટલાક સ્ત્રોતો અનુસાર, તે અગ્રવાલ વણિક સમુદાયના એક કુળનું નામ છે, જે વેપાર અને સમુદાય સહયોગ પર આધારિત જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે. એક દંતકથા અનુસાર, તે મહારાજા અગ્રસેનના પુત્ર રાજા મિત્તલનું નામ છે, જેને અગ્રવાલ સમુદાયના સ્થાપક માનવામાં આવે છે.(સુનિલ મિત્તલ:ભારતી એન્ટરપ્રાઇઝિસના સ્થાપક અને ચેરમેન)

મિત્તલ અટક મુખ્યત્વે ઉત્તર-મધ્ય ભારતના ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને શેખાવતી પ્રદેશ એટલે રાજસ્થાન સાથે સંકળાયેલી છે. તે હિન્દુ અને જૈન સમુદાયોમાં પ્રચલિત છે.(અનુપમ મિત્તલ: Shaadi.com ના સ્થાપક)

મિત્તલ અટક અગ્રવાલ વણિક સમુદાયનો એક કુળ છે. વાણિયા સમુદાય વણિક જાતિનો એક ભાગ છે, જે વેપાર, વાણિજ્ય અને અર્થતંત્રમાં અગ્રણી ભૂમિકા ભજવે છે. બ્રિટિશ કાળ પહેલા, કેટલાક મિત્તલ પરિવારો ક્ષત્રિય જાતિના હતા, પરંતુ પછીથી વેપારી વર્ગમાં જોડાયા.(Tanya Mittal : Entrepreneur, Author, Influencer)

અગ્રવાલ સમુદાયની દંતકથા અનુસાર, મિત્તલ મહારાજા અગ્રસેનના 18 પુત્રોમાંના એક હતા. વિષ્ણુના અવતાર ગણાતા અગ્રસેને અગ્રવાલોને 18 ગોત્રોમાં વિભાજીત કર્યા. મિત્તલ ગોત્ર વ્યાપારિક કુશળતા અને મિત્રતાના પ્રતીક તરીકે જાણીતું બન્યું. આ સમુદાય વૈદિક સમયથી વેપારમાં સક્રિય હતો.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
