AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો લતા મંગશેકરના સમયથી આજ સુધીમાં કેટલી બદલાઈ ગઈ છે મ્યૂઝિકલ ટેક્નોલોજીની દુનિયા

લતા મંગેશકરની કારકિર્દી 80 વર્ષથી વધુ લાંબી છે અને તેમણે 36 ભારતીય ભાષાઓમાં 5,000 થી વધુ ગીતો ગાયા છે. આ સમગ્ર કારકિર્દી દરમિયાન, લતા મંગેશકરે ગીતો રેકોર્ડ કરવા માટે ઘણી તકનીકોનો ઉપયોગ કર્યો છે. આવો જાણીએ તેમના વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 10:53 AM
Share
Lata Mangeshkar (File Image)

Lata Mangeshkar (File Image)

1 / 6
લતા મંગેશકરે તેમનું પહેલું ગીત 1942માં 13 વર્ષની ઉંમરે રેકોર્ડ કર્યું હતું. વર્ષ 1942 દરમિયાન, તમે ફોટામાં જોઈ શકો છો કે ત્યારે કેવા માઈકનો ઉપયોગ અવાજ અને સંગીત રેકોર્ડિંગ માટે કરવામાં આવ્યો હતો.

2 / 6
અગાઉ, સંગીત રેકોર્ડિંગ માટે ગાયક સાથે આખો ઓર્કેસ્ટ્રા હતો. જ્યારે આજના યુગમાં મ્યૂઝિક રેકોર્ડ કરવા માટે ઓટોટ્યુનનો ઉપયોગ થાય છે. ગાયકોની સાથે, આજકાલ ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ ગીતો રેકોર્ડ કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આમાં, અવાજની પિચને ઉપર અને નીચે એડિટ કરવામાં આવે છે. વળી, આજના સમયમાં ગાયક પાસે સંગીતનાં સાધનો હાજર નથી હોતા. પરંતુ તેઓ એકલા પણ સ્ટુડિયોમાં સંગીત રેકોર્ડ કરી શકે છે. જેમાં પાછળથી સંગીત ઉમેરવામાં આવે છે.

3 / 6
લતા મંગેશકરનો એક જૂનો કિસ્સો છે જ્યારે નૌશાદે તેમને બાથરૂમમાં ગીત ગાવાનું કહ્યું હતું. વાસ્તવમાં હિન્દી સિનેમાની મોટી કલાકાર નૂરજહાં લતાજીને પ્રખ્યાત સંગીતકાર નૌશાદ સાથે મુલાકાત કરી. નૌશાદે મુગલ-એ-આઝમ ફિલ્મના સૌથી લોકપ્રિય ગીત માટે લતાજીની પસંદગી કરી હતી. ફિલ્મ 'જબ પ્યાર કિયા તો ડરના ક્યા'નું પ્રખ્યાત ગીત નૌશાદે લતાજીને બાથરૂમમાં ગવડાવ્યું હતું. કારણ કે, તે સમયે દેશમાં એવી કોઈ સંગીતની ટેકનિક અને એવાં સાધનો નહોતા કે જેનાથી અવાજમાં ઈકો લાવી શકાય. આ માટે આ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. પરંતુ, આજના સમયમાં કોમ્પ્યુટર અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગીતમાં ઇકો સરળતાથી એડિટ કરી શકાય છે.

4 / 6
ભારતની મહાન ગાયિકા લતા મંગેશકરને તેમના યાદગાર સંગીત અને પ્રખ્યાત ગાયકી માટે યાદ કરવામાં આવશે. આજના દાયકામાં, તેમના ગીતો હવે Spotify, Gaana અને Jio Saavn જેવા પ્લેટફોર્મ પર પણ સાંભળવા મળે છે.

5 / 6
પ્યાર કિયા તો ડરના ક્યાથી લઈને અજીબ દાસ્તાં હૈ યે સુધી, લતાજીનું આરડી બર્મન સાથેનું કામ વિશ્વભરના ભારતીયોએ પસંદ કર્યું હતું. લુકા ચુપ્પી, તેમનું 2006નું ફિલ્મનું ગીત, રંગ દે બસંતી હિટ ગીતોમાંનું એક છે. 2012 માં, લતા મંગેશકરે પોતાનું લેબલ લોન્ચ કર્યું - LM મ્યુઝિક. તેમણે 1942માં મરાઠી ફિલ્મ 'કિતી હસલ' (કિતના હસોગે?)માં પોતાનું પહેલું ગીત ગાયું હતું. તેમનું છેલ્લું ગીત મરાઠી નંબર હતું જે તેમણે 2019માં ગાયું હતું.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">