Gupta Surname History : દિલ્લીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે ગુપ્તા અટકનો અર્થ જાણીશું.

ગુપ્તા અટક ભારતમાં જોવા મળતી અટક પૈકી એક છે. ગુપ્તા શબ્દ ગુપ્ત પરથી આવ્યો છે. જેનો અર્થ સુરક્ષિત, ગુપ્ત, સલામત અથવા રક્ષક માનવામાં આવે છે.

પ્રાચીન સમયમાં ગુપ્તા શબ્દને એક ખાસ ઉપનામ તરીકે ઓળખવામાં આવતું હતું. તેથી "ગુપ્ત" નો અર્થ "રક્ષક" અથવા "ગુપ્તતા રાખનાર વ્યક્તિ" થાય છે.

ભારતના ઇતિહાસમાં, "ગુપ્ત" નામ સૌપ્રથમ ગુપ્ત રાજવંશ સાથે પ્રખ્યાત થયું. તેની સ્થાપના મહારાજા શ્રી ગુપ્ત દ્વારા કરવામાં આવી હતી.

તેમના વંશજો, ચંદ્રગુપ્ત I, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત II (વિક્રમાદિત્ય) જેવા મહાન શાસકોએ ભારતને "સુવર્ણ યુગ" તરફ દોરી ગયા હતા. આ સમયગાળા દરમિયાન કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો.

ગુપ્ત સામ્રાજ્યની મહાનતાને કારણે, "ગુપ્તા" અટક પાછળથી વ્યાપકપણે અપનાવવામાં આવી. સમય જતાં, આ અટક વેપારી વર્ગ, કાયસ્થ અને કેટલાક બ્રાહ્મણ કુળોમાં અપનાવવામાં આવી હતી.

ભારતમાં ગુપ્તા અટક ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને બંગાળમાં વધુ જોવા મળે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
