Grover Surname History : ગુલશન ગ્રોવરની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ગ્રોવર અટકનો અર્થ શું થાય તે જાણીશું

ગ્રોવર અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક અટક છે.ગ્રોવર અટક અંગ્રેજી ગ્રોવ પરથી ઉતરી આવી છે. જેનો અર્થ એક નાનુ લાકડું અથવા વૃક્ષોનો સમૂહ થાય છે. (આ તસ્વીર ટીવી કલાકાર કરન ગ્રોવરની છે .)

ગ્રોવર અટક મૂળ એવા લોકોને આપવામાં આવી હતી. જેઓ ગ્રોવ અથવા જંગલની નજીક રહેતા હતા. તેમજ જેમનો વ્યવસાય જંગલમાં કામ કરવાનો હોય. (આ તસ્વીર ટીવી કલાકાર કરન ગ્રોવરની છે .)

ગ્રોવર અટક અંગ્રેજી અને પંજાબી બંને પરંપરાઓમાં જોવા મળે છે. અંગ્રેજી મૂળના આ અટકને occupational surname માનવામાં આવે છે. જે મધ્યયુગીન સમયગાળા દરમિયાન ઈંગ્લેન્ડમાં લોકપ્રિય બન્યું હતું. ( આ તસ્વીર સુનિલ ગ્રોવરની છે. )

ભારતીય સંદર્ભમાં, ગ્રોવર અટક મુખ્યત્વે પંજાબ અને હરિયાણાના ખત્રી અને અરોરા સમુદાયોમાં જોવા મળે છે. બ્રિટિશ સમયગાળા દરમિયાન, ઘણા ખત્રી પરિવારોએ "ગુરુરા" અને "ગુરવારા" જેવા સ્થાનિક નામોનું અંગ્રેજીકરણ કરીને "ગ્રોવર" અટક અપનાવી હતી.( આ તસ્વીર બિઝનેશમેન અશનિર ગ્રોવર છે.)

સ્વતંત્રતા પહેલા, ગ્રોવર પરિવારના ઘણા સભ્યો વ્યવસાય, શિક્ષણ અને સરકારી સેવામાં અગ્રણી હતા. મોટાભાગના ભારતીય ગ્રોવર પરિવારો હિન્દુ અથવા શીખ છે. આ પરિવારો ઘણીવાર લવ-કુશ ખત્રી કુળના હોવાનું માનવામાં આવે છે.( આ તસ્વીર અભિનેતા ગુલશન ગ્રોવરની છે.)

ભારતમાં વિવિધ સ્થળો પર ગ્રોવર સમુદાયના લોકો વસવાટ કરે છે. જેઓ ઉદ્યોગક્ષેત્રે, મનોરંજનક્ષેત્રે પણ મોટો ફાળો આપ્યો છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
