Shukla Surname History : અંતરિક્ષયાત્રી શુંભાશું શુક્લાની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે શુકલા અટકનો અર્થ શું થાય તે જાણીશું

ભારતમાં વિવિધ ધર્મ, જ્ઞાતિના લોકો વરસવાટ કરે છે. ત્યારે વ્યક્તિના નામ પાછળ એક ખાસ ઉપનામ લખવામાં આવે છે તેને અટક કહેવાય છે. મોટાભાગના લોકોને અટકનો ઈતિહાસ અને અર્થથી અવગત હોતા નથી.

શુક્લા અટક ભારતમાં જાણીતી છે. સામાન્ય રીતે શુકલા અટક બ્રાહ્મણમાં જોવા મળતી અટક છે. જે મુખ્યત્વે ઉત્તર ભારતીય રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ , બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં જોવા મળે છે.

શુક્લા શબ્દ મૂળ સંસ્કૃત છે. આ ખાસ કરીને બ્રાહ્મણ સમુદાયમાં વપરાય છે. "શુક્લ" એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ સફેદ, શુદ્ધ, પવિત્ર, તેજસ્વી થાય છે. તેનો ઉપયોગ ખાસ કરીને સકારાત્મકતા, શુદ્ધતા અને શુભતા માટે થાય છે.

શુક્લ અટક પ્રાચીન વૈદિક કાળની છે. આ અટક યજુર્વેદની પરંપરાના બ્રાહ્મણોએ અપનાવી હતી. વેદોની એક શાખા યજુર્વેદ છે, જે ધાર્મિક વિધિઓ અને યજ્ઞોના નિયમોનું વર્ણન કરે છે.

આ વેદ વાંચનારા અથવા શીખવનારા બ્રાહ્મણોએ "શુક્લ" અટક ધારણ કરી હતી. ઉત્તર ભારતના ઘણા જિલ્લાઓ જેમ કે પ્રયાગરાજ, લખનૌ, ગોરખપુર, કાનપુર વગેરેમાં શુક્લ બ્રાહ્મણોની મોટી વસ્તી જોવા મળે છે.

શુક્લા સમુદાયના લોકો રાજકારણ, શિક્ષણ અને સાહિત્યમાં યોગદાન આપ્યું છે. ઘણા પ્રખ્યાત નેતાઓ, કવિઓ, લેખકો અને શિક્ષકો "શુક્લ" અટક સાથે જીવ્યા છે.

"શુક્લા" અટક મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ સમુદાય સાથે સંકળાયેલી છે. ગોત્ર, ઉપગોત્ર અને કુલ દેવતા અનુસાર તેમની અંદર પેટા-વર્ગ પણ જોવા મળે છે.( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
