આ નવાબે પોતાના પાલતુ કૂતરાના લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, દોઢ લાખથી વધુ મહેમાનો રહ્યા હતા હાજર, જુઓ Photos

ભારતમાં રાજાઓ, મહારાજાઓ અને નવાબોની જીવનશૈલી હંમેશા ચર્ચામાં રહે છે. રાજકુમારો અને નવાબો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના વિશિષ્ટ શોખ માટે મશહુર હતા. આ શોખીનોમાંના એક હતા જૂનાગઢના (Junagadh) નવાબ મહોબત ખાન,જેમને કુતરાઓ માટે વિશેષ પ્રેમ હતો.

1/6
જૂનાગઢના નવાબ મહોબત ખાન કૂતરા પાળવાના શોખીન હતા,તેમણે 800 જેટલા કૂતરા રાખ્યા હતા. એટલું જ નહીં આ તમામ કુતરાઓ માટે અલગ રૂમ, નોકરની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જો કોઈ કૂતરાનું મુત્યુ થાય તો તેને તમામ ધાર્મિક વિધિઓ સાથે કબ્રસ્તાનમાં દફનાવવામાં આવતા.ઉપરાંત તેની અંતિમયાત્રામાં શોક સંગીત પણ વગાડવામાં આવતુ.

2/6
નવાબ મહોબત ખાનને કૂતરાઓ સાથે ખુબ લગાવ હતો.તેમાં પણ એક ફિમેલ ડોગ રોશન સાથે વિશેષ લગાવ હતો, મહોબત ખાને રોશનના લગ્ન બોબી નામના કૂતરા સાથે ખૂબ ધામધૂમથી કરાવ્યા હતા.આ લગ્નમાં નવાબે  2 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.

3/6
નવાબ મહોબત ખાનના આ શોખનો ઉલ્લેખ જાણીતા ઇતિહાસકારો ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સે તેમના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ'માં  કર્યો છે. લગ્ન દરમિયાન રોશનને સોનાનો હાર, બંગડી અને મોંઘા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, લશ્કરી બેન્ડ સાથે ગાર્ડ ઓફ ઓનરના 250 કુતરાઓએ રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કર્યું હતું.

4/6
નવાબ મહોબત ખાને આ લગ્નમાં તમામ રાજા-મહારાજાઓ સહિત વાઇસરોયને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

5/6
નવાબ મહોબત ખાન દ્વારા આયોજિત આ લગ્નમાં દોઢ લાખથી વધુ મહેમાનોએ હાજરી આપી હતી.

6/6
જો કે, આ લગ્નમાં ખર્ચવામાં આવેલા નાણાંથી જૂનાગઢની તે સમયની 6,20,000 વસ્તીની જરૂરિયાતો પૂરી થઈ શકે એમ હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati