અબુ ધાબી BAPS મંદિરની મુલાકાતે પહોંચ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર, મંદિરમાં પૂજા પણ કરી, જુઓ તસવીરો

વિદેશ પ્રધાન એસ. જયશંકર UAEની યાત્રા મુલાકાત લીધી. જયશંકરે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં પૂજા કરી હતી. જયશંકર તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરશે.

| Updated on: Jun 24, 2024 | 12:49 PM
વિદેશ મંત્રી એસ. જયશંકર રવિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની સત્તાવાર મુલાકાતે અબુ ધાબી પહોંચ્યા હતા. તેમણે BAPS હિન્દુ મંદિરમાં જઈને પ્રાર્થના કરી હતી. જયશંકરે મંદિરમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના સાધુઓ સાથે વાર્તાલાપ કર્યો.

1 / 6
BAPS મંદિરની મુલાકાત લીધા પછી, જયશંકરે X પર એક પોસ્ટમાં લખ્યું, BAPS હિંદુ મંદિરમાં આવીને મને આશીર્વાદ મળ્યા. આ મંદિર ભારત-UAE મિત્રતાનું જીવંત પ્રતીક છે અને વિશ્વને સકારાત્મક સંદેશ આપે છે. તે બંને દેશો વચ્ચેનો સાચો સાંસ્કૃતિક સેતુ છે.

2 / 6
સ્વામિનારાયણ સંસ્થાએ UAE સરકાર દ્વારા દાનમાં આપેલી જમીન પર મંદિર બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. અલ-રહબા પાસે 27 એકર જમીનમાં આવેલું BAPS હિંદુ મંદિર કારીગરીનું અદ્ભુત ઉદાહરણ છે. UAEમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે.

3 / 6
તેમની મુલાકાત દરમિયાન જયશંકર UAEના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. અહેવાલ મુજબ, જયશંકર અને શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનની બેઠક દરમિયાન, ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, જયશંકર અને UAEના નેતાઓ વચ્ચે ગાઝામાં ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ પર પણ ચર્ચા થઈ શકે છે.

4 / 6
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-યુએઈના સંબંધો મજબૂત થયા છે. ઓગસ્ટ 2015માં વડાપ્રધાન મોદીની UAEની ઐતિહાસિક મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત થયા હતા. બંને દેશો વચ્ચે 100 અબજ ડોલરનો વેપાર થવાની આશા છે. 2022-23માં સીધા વિદેશી રોકાણના સંદર્ભમાં UAE ભારતમાં ટોચના ચાર રોકાણકારોમાં રહ્યું.

5 / 6
આર્થિક જોડાણને આગળ વધારતા, બંને દેશોએ ફેબ્રુઆરી 2022 માં ઐતિહાસિક વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર હસ્તાક્ષર કર્યા. આ વેપાર કરારનો ઉદ્દેશ ટેરિફને દૂર કરવાનો અને ઘટાડવાનો, ખુલ્લા વેપાર વાતાવરણને પ્રોત્સાહન આપવા અને વિવિધ ક્ષેત્રોમાં સેવા પ્રદાતાઓ માટે બજાર ઍક્સેસ વધારવાનો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો

અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી

વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ

કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ

કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક

ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video

વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો

છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો

શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો

GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">