AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વોટ્સએપ યુઝર્સ માટે મોટી ખબર ! કોલિંગ અનુભવને વધુ સ્માર્ટ અને મજેદાર બનાવશે આ આવનાર નવું પાવરફુલ ફીચર

વોઇસ અને વીડિયો કોલને વધુ સારા બનાવવા માટે WhatsApp હવે તેના નવા અપડેટમાં એક નવું ફીચર લાવી રહ્યું છે. આ નવા ફીચરથી WhatsAppના વોઇસ કોલ અને વીડિયો કોલની ક્વાલિટીમાં વધારો થશે.

Breaking News: વોટ્સએપ યુઝર્સ માટે મોટી ખબર ! કોલિંગ અનુભવને વધુ સ્માર્ટ અને મજેદાર બનાવશે આ આવનાર નવું પાવરફુલ ફીચર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 12:45 PM
Share

WhatsApp Noise Cancellation Feature: મેસેજિંગ એપ WhatsApp હવે કોલિંગ એક્સપિરિયન્સને વધુ સારું બનાવવા માટે એક નવા ફિચરને લાવવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ કંપનીને વોઇસ અને વીડિયો કોલ માટે નૉઇસ કેન્સલેશન ફીચરનું ટેસ્ટિંગ કર્યું છે. આ ફિચરને આવનાર અપડેટમાં લાવવામાં આવશે. આ ફીચર કોલ દરમિયાન બેકગ્રાઉન્ડમાંથી આવનાર અવાજને ઓછો કરશે, જેના કારણે વાતચીત સરળ થઈ શકે.

કઈ રીતે કામ કરશે આ ફીચર ?

જો તમારુ પણ ભીડભાડ વાળા સ્થળો પર વધારે આવન-જાવન રહેતું હોય, તો કોલ દરમિયાન ઘણીવાર બેકગ્રાઉન્ડમાં ટ્રાફિકનો અવાજ, લોકોની વાતો અને અન્ય નૉઇસ સાંભળાતા હોય છે. ઘણી વખત આ નૉઇસ એટલી વધારે હોય છે કે સામેવાળાને તમારો અવાજ સ્પષ્ટ રીતે સંભળાતો હોતો નથી. WhatsAppનું આ નવું ફીચર આ જ સમસ્યાનો ઉકેલ લાવશે. આ ફીચર તમારા આસપાસના નૉઇસને ઓળખીને તેને ફિલ્ટર કરી દેશે અને સામેવાળા યુઝર સુધી ફક્ત તમારો જ અવાજ પહોંચાડશે, ભલેને તમારી પાછળ વાહનોના હોર્ન વાગતા હોય કે તેજ પવન ફૂંકાતો હોય.

એન્ડ્રોઇડ અને આઈફોન બંને પર કામ કરશે આ ફીચર

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફીચર એન્ડ્રોઇડ અને એપલ ડિવાઇસિસ પર કામ કરશે. iPhone અને iPad માં પહેલાથી જ બિલ્ટ-ઇન વૉઇસ આઇસોલેશન ફીચર મળે છે, જે કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ નૉઇસને ઘટાડે છે. WhatsApp ઓડિયો સેટિંગ્સ દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે. એન્ડ્રોઇડમાં આ ફીચર મળતું નથી. જેને લઈને, WhatsAppનું આ નવું નૉઇસ કેન્સલેશન ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટી સુવિધા સાબિત થઈ શકે છે.

યૂઝર પાસે રહેશે સંપૂર્ણ નિયંત્રણ

આ ફિચરનું સંપૂર્ણ નિયંત્રણ યુઝરના હાથમાં રહેશે. એટલે કે યુઝર નક્કી કરશે કે આ નૉઇસ કેન્સલેશન ફીચરનો ઉપયોગ કરવો છે કે નહીં. તેની પાસે આ ફીચરને બંધ કરવાનો સંપૂર્ણ કંટ્રોલ રહેશે. સાથે જ, આ મેસેજની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પ્રોટેક્શન પર કોઈ અસર નહીં પડે.

Juice Jacking: ફોન ચાર્જ કરતા જ થઈ શકે છે હેક! જાણો શું છે Juice Jacking, તેનાથી કેવી રીતે બચશો

Follow Us
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">