AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનીલ અગ્રવાલને મોટા સમાચાર મળતા, શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી, વેદાંતા એલ્યુમિનિયમનો નફો ત્રણ ગણો વધ્યો

ડીમર્જર પછી લિસ્ટેડ થયેલી વેદાંતા એલ્યુમિનિયમે પ્રથમ ત્રિમાસિકમાં કર્યો કમાલ. કંપનીના ચોંકાવનારા પરિણામો વચ્ચે શેરધારકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.

| Updated on: Aug 01, 2026 | 5:24 PM
Share
વેદાંતા એલ્યુમિનિયમ મેટલે ચાલુ નાણાકીય વર્ષના જૂન (પ્રથમ) ત્રિમાસિકના શાનદાર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. મજબૂત મહેસૂલ વૃદ્ધિ અને બહેતર ઓપરેશનલ ક્ષમતાના બળે કંપનીનો એકીકૃત શુદ્ધ નફો (Consolidated Net Profit) વાર્ષિક ધોરણે ત્રણ ગણાથી વધુ વધીને 6,597 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.  આ સાથે જ, સ્વતંત્ર એકમ તરીકે પોતાના પ્રથમ ત્રિમાસિક પરિણામો દરમિયાન કંપનીના ડિરેક્ટર મંડળે શેરદીઠ 8 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ (Interim Dividend) ની જાહેરાત કરી છે. તાજેતરમાં ડીમર્જર પછી કંપની શેરબજારમાં સ્વતંત્ર રીતે લિસ્ટેડ થઈ છે.

1 / 6
કેવું રહ્યું કંપનીનું રિપોર્ટ કાર્ડ? જૂન ત્રિમાસિક દરમિયાન વેદાંતા એલ્યુમિનિયમનું એકીકૃત મહેસૂલ વાર્ષિક ધોરણે 45% વધીને અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર 21,105 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતોમાં 46% નો ઉછાળો અને વેચાણમાં વૃદ્ધિ આનું મુખ્ય કારણ રહ્યું. કંપનીનું EBITDA બે ગણાથી વધુ થઈને 10,499 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે આવી ગયું. જેના પરિણામે કંપનીનું EBITDA માર્જિન એક વર્ષ પહેલાના 31% થી વધીને 50% થઈ ગયું.

2 / 6
ત્રિમાસિક દરમિયાન એલ્યુમિનિયમનો ઉત્પાદન ખર્ચ વાર્ષિક ધોરણે 4% અને ત્રિમાસિક ધોરણે 3% ઘટીને 1,698 ડોલર પ્રતિ ટન રહ્યો. કંપનીએ સમગ્ર ચાલુ નાણાકીય વર્ષ માટે ઉત્પાદન ખર્ચ 1,650 ડોલરથી 1,700 ડોલર પ્રતિ ટનની રેન્જમાં રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એલ્યુમિનિયમના પ્રતિ ટન ઉત્પાદન પર EBITDA વધીને 1,804 ડોલર પ્રતિ ટનના ઓલ-ટાઈમ હાઈ સ્તરે નોંધાયો. કંપનીએ નાણાકીય વર્ષ 2027 (FY27) માટે 26 થી 27 લાખ ટન એલ્યુમિનિયમ અને 40 થી 41 લાખ ટન એલ્યુમિના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે.

3 / 6
"અમે એક નવી, સ્વતંત્ર કંપની તરીકે અમારી સફરની શરૂઆત આ ત્રિમાસિકમાં મજબૂત ઓપરેશનલ અને નાણાકીય કામગીરી સાથે કરી છે. આ સફળતા અમારા વ્યવસાયિક લચીલાપણા, અનુશાસિત અમલીકરણ અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણનું પરિણામ છે." — રાજેશ કુમાર, સીઈઓ, વેદાંતા એલ્યુમિનિયમ

4 / 6
ડીમર્જર અને વિસ્તરણ પ્રોજેક્ટ્સ: જૂનમાં વેદાંતા લિમિટેડ (Vedanta Ltd) થી અલગ થઈને ચાર નવી કંપનીઓ વેદાંતા એલ્યુમિનિયમ મેટલ, વેદાંતા પાવર, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ અને વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ શેરબજારમાં સ્વતંત્ર રીતે લિસ્ટેડ થઈ હતી.

5 / 6
શેરમાં જોવા મળ્યો ઘટાડો: શુક્રવારે વેદાંતા એલ્યુમિનિયમ મેટલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ પર આ શેર 0.47% ઘટીને 454.20 રૂપિયા પર બંધ થયો હતો. જોકે છેલ્લા ૫ ટ્રેડિંગ સેશનમાં તેમાં આશરે ૩ ટકાની તેજી જોવા મળી છે.

6 / 6

ડિસ્ક્લેમર:

આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

Breaking News: વેદાંતા લિમિટેડની ‘મોટી જાહેરાત’, 20 શેર સામે મળશે ‘1 શેર ફ્રી’

Follow Us
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

g clip-path="url(#clip0_868_265)">