AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking News : રાજકોટના થોરિયાળીમાં જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી, ગામલોકો અને સરપંચનો આક્રોશ! જુઓ Video

Rajkot Breaking News : રાજકોટના થોરિયાળીમાં જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી, ગામલોકો અને સરપંચનો આક્રોશ! જુઓ Video

| Updated on: Aug 02, 2026 | 12:17 PM
Share

રાજકોટના પડદરીના થોરિયાળી ગામે જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે 01 ઓગસ્ટના રોજ ધોધમાર વરસાદ ખાપક્યા બાદ મુશ્કેલી વધી. બોકડા પર દબાણ કરાતા તેનું પાણી ગામમાં ઘુસ્યાના લોકોએ આક્ષેપ લગાવ્યા છે.

રાજકોટના પડદરીના થોરિયાળી ગામે જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે 01 ઓગસ્ટના રોજ ધોધમાર વરસાદ ખાપક્યા બાદ મુશ્કેલી વધી. બોકડા પર દબાણ કરાતા તેનું પાણી ગામમાં ઘુસ્યાના લોકોએ આક્ષેપ લગાવ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પગલા ન લેવાયાનો સરપંચનો દાવો છે. જો વધુ વરસાદ ખાપકે તો મોટી આપત્તિ પણ સર્જાઈ શકે છે.

ધોરિયાળી ગામના સરપંચનો આક્ષેપ છે કે થોડા જ વરસાદમાં ગામમાં જળ બંબાકારની સ્થિતિ છે અને જો હજુ પણ વધારે વરસાદ ખાપકે તો શું પરિસ્થિતી થાય અને કેટલાક મકાનોમાં પણ પાણી ધૂસ્યા છે. વોકળા પર દબાણ થયાનો કેસ ગામ લોકો જીતી ચૂક્યા છે પરંતુ તેમ છતાં હજુ સુધી વોકળાનો માર્ગ ખુલ્લો નથી કરાયો અને એટલે જ ગ્રામજનોને આ હાલાકીનો સામનો સહન કરવાનો વારો આવ્યો છે.

રાજકોટમાં ધોધમાર વરસાદ

રાજકોટના પડધરીના થોરીયાળી ગામે ગઈકાલે પડ્યો હતો ધોધમાર વરસાદ. વરસાદના કારણે નદી નાળા છલકાયા હતા. વરસાદ બાદ વોકળાનું પાણી ગામના કેટલાક મકાનમાં ઘૂસી ગયું હોવાનો સરપંચનો દાવો છે. સરપંચ એ ગમના જ કેટલાક લોકો પર આક્ષેપ કરતા કહ્યું કે વોકળા પર દબાણ હોવાના કારણે વોકળાનું પાણી ગામમાં ઘૂસ્યું રાજકોટ શહેરમાં આજે 02 ઓગસ્ટના રોજ વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ છે. ગઈકાલે પડેલાં 3 ઇંચ વરસાદ બાદ આજે પણ વરસાદી વાતાવરણ છે.

આ પણ વાંચો, ગુજરાતમાં પૂરનું સંકટ: નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">